વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનાં ઇટોલી ગામની સરકારી પ્રાથમિક શાળાને કેન્દ્ર સરકારનાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની એક માત્ર શાળાને સ્વચ્છતાનો નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્રનાં માનવ સંશાધન અને વિકાસ મંત્રીનાં હસ્તે દીલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર ગામ તથા શાળામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઇટોલીની સરકારી પ્રાથમિક શાળાને મળ્યો સ્વચ્છતાનો એવોર્ડ
વડોદરા જિલ્લાનાં વાઘોડિયા તાલુકામાં માત્ર એક હજારની વસ્તી ધરાવતાં ઇટોલી ગામની પ્રાથમિક શાળા જેમાં ૧થી ૮ ધોરણ સુધીનાં ૬૯ કુમાર અને ૭૧ કન્યાઓ અભ્યાસ કરે છે. જેમાં એક મુખ્ય શિક્ષક અને ૫ શિક્ષકો મળીને કુલ ૬નો સ્ટાફ છે. આ શાળાએ સમગ્ર દેશની શાળાઓની યોજાયેલી સ્વચ્છતા અભિયાનની હરોળમાં ભાગ લીધા બાદ ગુજરાતની એક માત્ર સ્વચ્છ શાળા તરીકે બિરૂદ પ્રાપ્ત કર્યું છે. દિલ્હી ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં શાળાના આચાર્ય ચિરાગભાઇ પટેલ બીજા એક શિક્ષક અને એક વિદ્યાર્થી મળી ત્રણેની ટીમે દેશના માનવ સંશાધન અને વિકાસમંત્રી પ્રકાશ જાડવેકરનાં હસ્તે નેશનલ કક્ષાનો સ્વચ્છતાં અભિયાનનો એવોર્ડ મેળવ્યો છે. શાળામાં સ્વચ્છતા મિશનને લઇને આવતાં તમામ ક્રાઇટ એરિયામાં આ શાળાએ મેદાન મારી સમગ્ર ગુજરાતમાં એક આગવુ સ્થાન મેળવીને ગામનું નામ રોશન કર્યું છે. ગામ લોકો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ઉત્સાહને લઇને આ શાળા ગુજરાતની સ્વચ્છ શાળા તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ સહકાર છે
ઇટોલી ગામના ખાનગી કંપનીમાં નોકરી કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદિપ પરમારે આ શાળાનાં ગાર્ડની જવાબદારી લીધી હતી. જેથી તે દર રવિવારે બગીચાને વિકસાવવાનું ધ્યાન આપે છે. તેની સાથે ગ્રામજનો પણ જરૂર પડે તેવો શ્રમદાન, યોગદાન, જાળવણી રાખવામાં મદદ કરે છે.
શાળામાં સ્વચ્છતા મેઇન્ટેઇન કરવા માટે 6 જેટલી ટીમો બનાવવામાં આવી છે
શાળાની સ્વચ્છતાનાં મેઇન્ટેઇન કરવા માટે ઉર્જા મૂલ્યાંકન, પાણી મૂલ્યાંકન, હવા મૂલ્યાંકન, જમીન મૂલ્યાંકન, કચરો વ્યવસ્થાપન, અને બાંધકામને લગતી છ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમમાં 10 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અન્ય સુવિધાઓ ઉભી કરી આગળ વધવા પ્રયાસ
સમગ્ર ગુજરાતમાં નેશનલ એવોર્ડ મેળવનારી એક માત્ર અમારી શાળા હોય આનંદની લાગણી અનુભવું છું સાથો સાથ હજુ પણ ખૂટતી સુવિધાઓ ઉભી કરી આગળ ધપવા પણ પ્રયત્નો કરીશું.
-જયશ્રીબેન પટેલ, શાળાની શિક્ષિકા
સ્વચ્છતા માટે આ સરકારી પ્રાથમિક શાળામાં કેટલી અને કઇ કઇ સુવિધાઓ છે
સમગ્ર ગુજરાતની એકમાત્ર સ્વચ્છતા અભિયાનનો નેશનલ એવોર્ડ મેળવતી પ્રાથમિક શાળાને પ્રથમ તબક્કે નો પ્લાસ્ટિક ઝોન તરીકે જોહેર કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીની બર્થ ડે હોય તો ચોકલેટ નહીં ફ્રુટ આપવાની પ્રથા છે. શાળામાં થતાં જૈવિક અને અ જૈવિક કચરાનાં નિકાલની વ્યવસ્થા, સ્વચ્છતાં અને આરોગ્યને લગતાં ચિરત્રો તથા સંદેશા, પીવાનું પાણી એક્વાગાર્ડની સાથે અને પ્રત્યેક વર્ગમાં પીવાનાં પાણીનાં જગ, વરસાદી પાણીનો સંચય કરી ગાર્ડનનાં વપરાશ માટે પાણી સંગ્રહ સંરક્ષણની વ્યવસ્થા અને વેસ્ટ પાણીનું રિ-સાઇકલિંગ કરી રિ-યુઝની વ્યવસ્થા, પાણી વપરાશનાં માપદંડ માટે વોટર મિટર, શૌચાલયોની નિયમિત સફાઇ માટે ઓડાનીલ, ફિનાઇલ, વોસબેસિંગ હાથ લાછવાના નેપકીન સાથે, સફાઇ અંગેનું રિપોર્ટ કાર્ડ, કન્યાઓ માટે માસિક ધર્મને લઇને પેડ બોક્ષ તથા નાશ કરવાની વ્યવ્સથા, વિવિધ કલરનાં ડસ્ટબિનો, તમામ પ્રકારનાં કચરાનાં નિકાલની વૈજ્ઞાનિક વ્યવસ્થાઓ સાથે જૈવિક કચરામાંથી બનતા ખાતરનો કિચન ગાર્ડનમાં ઉપયોગ, આરોગ્ય સબંધિત કેમ્પ, સ્વચ્છ આવતાં વિદ્યાર્થીઓને દર માસે પૂરસ્કાર, ડાઇનિંગ હોલ, જેવી તમામ વ્યવસ્થાઓ આ શાળામાં રહેલી છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.