ડોદરામાં રખડતા ઢોર પકડવાના દાવા પોકળ સાબિત થયા છે. જેમાં ભાજપના વોર્ડ 11ના મહિલા ઉપપ્રમુખને ગાયે અડફેટે લીધા છે. તેમાં ઉપપ્રમુખ જાગૃતિ પાઠકને માથાના ભાગે ઈજા પહોંચી છે. આ બનાવ બનતા રખડતાં પશુઓના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની જાહેરાત પોકળ સાબિત થઇ છે.
તંત્રને લોકોએ અનેક વખત રજૂઆતો કરી
ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં તંત્રને લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે. તેમાં વડોદરામાં રખડતા ઢોર પકડવાના તંત્ર દાવા કરી રહ્યું છે. પણ હવે ભાજપના વોર્ડ 11ના મહિલા ઉપપ્રમુખને જ ઇજા પહોંચતા દાવા પોકળ સાબિત થયા છે. ભાજપના વોર્ડ 11નાં મહિલા ઉપપ્રમુખને ગાયે સિંગડે ભેરવી ફંગોળયા છે.
જાગૃતિબેન પાઠક વોર્ડ 11માં ભાજપનાં ઉપપ્રમુખ
ભાજપના મહિલા ઉપપ્રમુખને ગાયે સિંગડે ભેરવી ફંગોળતા માથામાં ઇજા પહોંચતાં 4 ટાંકા લેવા પડ્યા છે. જાગૃતિબેન પાઠક વોર્ડ 11માં ભાજપનાં ઉપપ્રમુખ છે. જેમાં વોર્ડ નંબર 11ની કચેરીથી પરત ઘરે જતા સમયે ગાયોનાં ઝૂંડે તેઓને ભેટીએ ચડાવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા 12 દિવસમાં શહેરમાં ગાયે ભેટી મારવાના બનાવમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડોદરામાં રખડતાં પશુઓનો પ્રશ્ન ગંભીર બનતા ઢોર પકડવાની કામગીરી વડોદરા કોર્પોરેશને વેગવંતી બનાવી છે. નવેમ્બરમાં વડોદરા કોર્પોરેશને 1532 રખડતા ઢોર પકડી લીધા છે. રખડતા ઢોર પકડી લેવાયા બાદ પાંજરાપોળ અને ગૌશાળામાં શિફ્ટ કરવામાં વડોદરા અમદાવાદ પછી બીજા સ્થાને છે.
દંડ ભરીને 141 પશુઓને છોડાવી જવાયા
ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો છેલ્લા પોણા બે મહિના સુધીમાં અમદાવાદમાં 3637 પશુ પકડી લેવાયા હતા. જેમાંથી 2217 પાંજરા પોળ શીફટ કર્યા હતા. જ્યારે વડોદરાએ 1021 શિફ્ટ કર્યા છે. સુરતમાં આ સમયગાળામાં 1,691 પશુઓ પકડ્યા છે અને 781 શિફ્ટ કર્યા છે. જ્યારે રાજકોટમાં 1279 પકડયા બાદ 742 શિફ્ટ કરવામાં આવ્યા હતા. વડોદરામાં જે 1532 ઢોર પકડ્યા છે તેમાંથી દંડ ભરીને 141 છોડાવી જવાયા છે.
47 પશુપાલકોને ઓળખી બતાવ્યા
જોકે એક અહેવાલ પ્રમાણે પશુઓનું ટેગીગ અને રજિસ્ટ્રેશન કરવામાં વડોદરા હાલ રાજ્યમાં પ્રથમ સ્થાને છે. આ સમયગાળા દરમિયાન વડોદરામાં 7150 પશુઓનું આરએફઆઈડી ટેગિંગ અને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે અમદાવાદમાં આ આંકડો 4540 નો છે. સુરત અને રાજકોટમાં કોઈ ટેગીંગ અને રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. આ ઉપરાંત રોડ પર વારંવાર રખડતાં ઢોર છુટા મૂકવાની ટેવ ધરાવતાં 47 પશુપાલકોને ઓળખી બતાવ્યા છે અને તેઓની યાદી પોલીસને સુપરત કરાઇ છે.
નાઈટ શિફ્ટની કામગીરી માત્ર વડોદરામાં
પોલીસ આવા પશુપાલકોને રોડ પર ઢોર છુટા નહીં મુકવા સમજાવે છે. ગુજરાતમાં આટલા બધા પશુપાલકોને ઓળખી બતાવવામાં પણ વડોદરા પ્રથમ છે. એટલું જ નહિ અમદાવાદ અને સુરતમાં તો ઢોરપાર્ટીમાં 24 જેટલા સભ્યો હોય છે. જેની સામે વડોદરામાં માત્ર 13 જ છે. તેમજ ગુજરાતમાં રાત્રી સમયે ઢોર પકડવાની નાઈટ શિફ્ટની કામગીરી માત્ર વડોદરામાં ચાલે છે. અને પશુપાલકોના બાઈક નંબર સાથે કામગીરીની વીડિયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન પણ બરાબર કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..