કોરોનાની સારવાર માટે સિવિલમાં બનાવેલી કોવિડ-19 હોસ્પિટલમાંથી અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સિવિલમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કરાતી બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અસારવા સિવિલના કિડની વોર્ડમાં બનાવેલી કોવિડ હોસ્પિટલમાં ટોઈલેટ કમોડ પર કોરોનાગ્રસ્ત મહિલા મૃત હાલતમાં મળી આવી. રવિવારે લોકલ ગ્રુપમાં ફરતા થયેલો આ વિડીયો હોસ્પિટલ સત્તાધિકારીઓની ગંભીર બેદરકારીની પોલ ખોલે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ વિડીયો ઉપરાંત સિવિલનો વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં એક આધેડ ઉંમરની મહિલાને ઝાડા થઈ ગયા છે અને લોહીથી લથપથતા બેડ પર તે પડી છે. રવિવારે બપોરે આ મહિલાનું કોવિડ-19ના કારણે મોત થઈ ગયું અને પરિવાર હજુ સુધી તેનો મૃતદેહ લેવા માટે આમથી તેમ ભટકી રહ્યો છે.
ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને આ વિડીયો મળ્યો હતો. તેમણે જણાવ્યું કે અન્ય દર્દી પાસેથી તેમને વિડીયો મળ્યો હતો. દર્દીએ તેમને જણાવ્યું, મહિલા દર્દી ટોઈલેટ માટે ગયા હતા અને ચાર કલાક થવા છતાં તેઓ પાછા નહોતા આવ્યા. હોસ્પિટલમાં એડમિટ મારા એક મિત્રએ મને ફોન કર્યો અને આ વિશે જણાવ્યું અને આશંકા દર્શાવી કે મહિલા મરી ગયા હોઈ શકે છે.
ઈમરાન કહે છે, આ બાદ મેં હોસ્પિટલના તંત્રને ફોન કર્યો અને તેમણે તપાસ કરતા કમોડ પર મહિલાનો મૃતદેહ મળ્યો. આ ખૂબ જ ડરામણું મોત છે અને તે સિવિલ હોસ્પિટલના અધિકારીઓની બેદરકારીથી થયું. એક કોરોના દર્દી ટોઈલેટ માટે જાય છે અને કલાકો સુધી પાછું આવતું નથી છતાં હોસ્પિટલ સ્ટાફને ચિંતા નથી થતી કે તેને શું થયું હશે.
આ ઉપરાંત 64 વર્ષના મહિલા શકરી પટણીનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તેમને બ્લીડિંગ થઈ રહ્યું છે. તેમનો દીકરો નરેશ પટણી રેલવે કર્મચારી છે. મહિલાના પતિ શંકર પટણીને પણ પરિવારના અન્ય બે સભ્યો સાથે કોરોનાની સારવાર માટે 24 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
શંકરનું 25મી એપ્રિલે મોત થયું જ્યારે નરેશ અને અન્ય બે પરિવારના સભ્યોને રિકવરી બાદ રજા આપી દેવાઈ. પરંતુ નરેશની માતા હોસ્પિટલમાં એડમિટ હતા અને તેમની સ્થિતિ વધારે ગંભીર બની રહી હતી. નરેશ કહે છે, અમે તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. શનિવારે રાત્રે તેઓ લોહીવાળા બેડમાં ત્રણ કલાક સુધી સુતા હતા. રવિવારે અમને જાણકારી અપાઈ કે તેમનું બપોરે 1 વાગ્યે મોત થઈ ગયું છે. પરંતુ મૃત્યુના આઠ કલાક બાદ પણ અમને મૃતદેહ આપવામાં નથી આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..