ગુજરાતના મોટા શહેરોમાં સિટી બસના ડ્રાઈવરો દ્વારા બેફામ રીતે બસ હંકારીને અકસ્માત સર્જવાના બનાવો તો છાશવારે સામે આવતા જ હોય છે. આ સિવાય સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા પણ અવારનવાર મુસાફરો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવતી હોય છે. એવામાં રાજકોટની સિટીબસના કર્મચારીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિટી બસના કર્મચારીઓ દ્વારા વૃદ્ધને સરેઆમ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મવડી તરફ જતી સિટી બસ અક્ષર મંદિર સામેના બસ સ્ટેન્ડ પર પહોંચીને ઉભી રહી હતી. આ દરમિયાન પાછળથી આવતી રિક્ષામાંથી મુસાફરો ઉતર્યા હતા અને સિટી બસમાં ચડ્યા હતા. આ બાબતે રિક્ષા ચાલકે કન્ડક્ટર સાથે માથાકૂટ કરી હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જે બાદ સિટી બસના ડ્રાઇવર, કંડક્ટર સહિતના કર્મચારીઓએ એકસંપ થઈને વૃદ્ધ રિક્ષા ચાલકને જમીન પર બેસાડીને બેરહેમીથી ફટકાર્યા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વૃદ્ધ રિક્ષા ચાલકને રોડ પર બેસાડીને સિટી બસનો ચાલક ફડાકા ઝીંકી રહ્યો છે. આ સમયે આસપાસ લોકોના ટોળા પણ જોઈ શકાય છે.
હાલ તો સિટી બસ ચાલકની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા જણાવ્યું કે, લોકો સાથે ગેરવર્તણૂંક નહીં ચલાવી લેવામાં આવે. બસ ચાલકો અવારનવાર ગેરવર્તન કરે છે, જે નહીં ચલાવાય. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મનપા કમિશનરે બસના ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કર્યાં છે. જ્યારે એજન્સીને પણ પેનલ્ટી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..