ચોટીલાના જૈન પરિવારની અનોખી પહેલ: લગ્નપ્રસંગે આવેલા ચાંદલાની રકમ પાંજરાપોળને અર્પણ કરી, ચાંદલો લખાવનાર મહેમાનોને પાંજરાપોળની પહોંચ અપાતી હતી

ચોટીલાના જૈન પરીવારમાં શનીવારે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો. જેમાં ચાંદલામાં આવેલી રકમ પાંજરાપોળમાં દાન કરવામાં આવી છે. ચાંદલો લખાવનાર મહેમાનોને પાંજરાપોળની પહોંચ આપવામાં આવતી હતી. જમણવારના અંતે 55,555 રૂપીયા પાંજરાપોળમાં અર્પણ કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લગ્નની સીઝન પુરબહારમાં ખીલી છે. તેમાં પણ વણજોયા મૂર્હુત એવા વસંતપંચમીએ અનેક લગ્નો છે. ત્યારે ચોટીલાના જૈન પરીવારે પુત્રના લગ્નના સમયે સેવાકીય કાર્ય હાથ ધરી લોકોને પ્રેરણા પુરી પાડી છે. ચોટીલામાં પ્રેમચંદ મોહન નામની પેઢી જાણીતી છે. તેમના પરીવારમાં સ્વ. રાજેશભાઈના પુત્ર જયના લગ્ન હતા. જયના કાકા જીગ્નેશભાઈ ખંધાર પાલીકાના પૂર્વ સુધરાઈ સભ્ય પણ છે. ત્યારે લગ્ન પ્રસંગે ખંધાર પરીવારે સેવાકીય કાર્ય હાથ ધર્યુ છે.

જૈન પરીવારમાં સામાન્ય રીતે અબોલ પશુઓ માટે અનુકંપા ભારોભાર ભરેલી હોય છે. આથી ખંધાર પરીવારે લગ્ન પ્રસંગે જમણવારમાં આવેલા ચાંદલાની રકમ ચોટીલા પાંજરાપોળના અબોલ પશુઓ માટે આપવાનું નકકી કર્યુ હતુ. જેના માટે ચાંદલા લેવા ટેબલ પર જ મહેમાનો જે રકમ ચાંદલામાં આપે તેઓને પાંજરાપોળની પહોંચ પણ આપવામાં આવતી હતી. જમણવાર પૂર્ણ થયા બાદ કુલ 55,555 રૂપીયા પાંજરાપોળમાં અર્પણ કરાયા છે. પોતે આપેલા પૈસા પાંજરાપોળમાં જવાના હોવાથી મહેમાનો પણ હોંશે હાશે ચાંદલો લખાવતા નજરે પડતા હતા. ચોટીલાના જૈન પરીવારનું આ કાર્ય ખરેખર અનુકરણીય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો