સુરતના સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું માસૂમ બાળક કચડાઈ જતા બાળકનું મોત થતા પરિવાર શોકમાં આવી ગયો હતો. આ મામલે તાત્કાલિક ઉમરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટનામાં એક સાડા ત્રણ વર્ષનું બાળક પોતાના ઘર નીચે રમી રહ્યો હતો, તે દરમ્યાન કોઈ અજાણ્યા કાર ચાલકે દ્વારા અડફેટમાં લેતા બાળકને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. જેથી બાળકને તાત્કાલિક સોસાયટીના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. બાદમાં ઉમરા પોલીસને જાણ થતાં પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
માસૂમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો પણ બાળકના મોત બાદ પણ પરિવાર દ્વારા એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો અમને જોશે. જે સમજીને સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હતી. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે. જો કે લગભગ સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. 15 વર્ષથી સુરતમાં રહે છે. ત્રણ સંતાનમાં સાડાત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દીકરો હતો. કારચાલક માસૂમની જિંદગીને કચડી નાખ્યા બાદ ઊભો પણ રહ્યો નહોતો. જો કે હાલ તો ઉમરા પોલીસે આજુબાજુના સીસીટીવીની શોધખોળ કરી કાર ચાલકને પકડવા તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..