સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી ઘટનાને સુરત ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે, આગની ઘટનાએ 23 પરિવારજનોના લાડકા અને લાડકીઓને છીનવી લીધા હતા અને પરિવારને રડાવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે અશ્વનીકુમાર સ્મશાન ગૃહમાં બાળકોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈન લાગી હતી. દરેક પરિવારજનોનું આખોમાંથી આંશુઓ વહી રહ્યા હતા, જે પણ આ કરુણ દૃશ્યો જોતા હતા તેમની આંખોમાં પણ આંશુ આવી જતા હતા. આ ઉપરાંત આગમાં દાજી ગયેલા અને ઘાયલ થયેલા બાળકોને શહેરના લોકો કોઈને કોઈની મદદરૂપ થઇ રહ્યા છે, કેટલાક લોકો બાળકોને દુખમાંથી રાહત આપતા તેમના ઘરે બાળક સાજુ ન થાય ત્યાં સુધી તેના ઘરે AC ફ્રીમાં લગાડશે, તો કેટલાક લોકો ગાયનું દૂધ ફ્રીમાં અપાશે અને કેટલીક હોસ્પિટલમાં બાળકોની સારવારનો એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં.
સુરતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 23 ભૂલકાંઓના આત્માની શાંતિ માટે ગુજરાત સહિસ સમગ્ર દેશભરના લોકોએ શ્રદ્ધાંજલી આપી હતી. વિદ્યાર્થીઓથી લઇને બોલિવૂડ સ્ટાર્સે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે તીર્થધામ બહુચરાજીના સ્ટેશન ચોકમાં બહુચરાજી ગ્રામ પંચાયત અને વેપારી મંડળ દ્વારા શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ એક માસૂમ બાળકી બે હાથ જોડી અહીં બેસી જતાં જોનાર લોકોની આંખો ભરાઇ આવી હતી.