કાબુલી ચણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન B, ફોલેટ, આયર્ન, ફોસ્કોરસ. Linoleic અને Oleic Acids જેવા હેલ્ધી ફેટ્સનું ભરપુર પ્રમાણ હોય છે.
જાણો તેના ફાયદાઓ વિશે
જો કાબુલી ચણા (Chickpeas) અટલે કે છોલેને પલાળીને ત્યાર બાદ તના પાણીને તમે ફેંકી દો છો તો આવી ભુલ ન કરો. કાબુલી ચણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને Aquafabaના નામથી પણ ઓળખવામાં આવે છે. શાકાહારી લોકો માટે આ ઈંડાના સારો વિકલ્પ છે.
એક્સપર્ટ્સ અનુસાર, જો તમે કાબુલી ચણાને પલાળીને મુકો છો અથવા જે પાણીમાં તેને બાફો છો તો કાબુલી ચણાના પોષક તત્વો પાણીમાં ટ્રાન્સફર થઈ જાય છે. કાબુલી ચણાના પાણીમાં વિટામિન B, ફોલેટ, આયર્ન, ફોસ્ફોરસ, Linoleic અને Oleic acids જેવા હેલ્દી ફેટ્સની ભરપુર માત્રા હોય છે.
આ રીતે કરો તૈયાર
Aquafaba અથલા Chickpeas Water તૈયાર કરવા માટે કાબુલી ચણાને 4થી 7 કલાક માટે પાણીમાં પલાળીને મુકો. તમે તેને રેફ્રિઝરેટરમાં સ્ટોર કરીને પણ મુકી શકો છો. અને તેનો ઉપયોગ કરી શકો છો.
ઈંડાનો વિકલ્પ
જો તમે ઈંડા નથી ખાતા તો છોલેનું પાણી તેનો સારો વિકલ્પ બની શકે છે. તેમાં પ્રોટીન અને સ્ટાર્ચની સંતુલિત માત્રા હોય છે. તે ઈંડાના સફેદ ભાગનો સારો વિકલ્પ છે. તેમાં ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે. જે ઈંડાના સફેદ ભાગમાં હોય છે. જે લોકોને ઈંડાની એલર્જીની સમસ્યા હોય તે પણ કાબુલી ચણાના પાણીનું સેવન કરી શકે છે. તેનો ઉપયોગ Mayonnaise બનાવવામાં પણ કરવામાં આવે છે.
જો તમે તેને ઈંડાના વિકલ્પના રૂપમાં ઉપયોગમાં લેવા માંગો છો તો પાણીને થોડુ બ્લેંડ કરી લો. તે દૂધના ફીણ, વ્હીપ્ડ ક્રીપ અથવા વ્હીપ્ડ ઈંડાની સફેદી જેવી જેખાશે.
ડેરીના વિકલ્પની રીતે
ઘણા લોકોને ડેરી ઉત્પાદનોથી એલર્જી અને વો લેક્ટોઝના પ્રતિ સેન્સિટિવ હોય છે. એવામાં તમે કાબુલી ચણાના પાણીનો ઉપયોગ કરી શકો છો.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ એક સારી વીગન ડેરી રિપ્લેસમેન્ટ બની શકે છે. ભોજન બનાવતી વખતે બેકિંગ માટે બટર અથવા દૂધ માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..