સૌરાષ્ટ્રના લોકો ખાણીપીણીના શોખીન હોય છે એમા પણ જો રાજકોટની વાત કરીએ તો રાજકોટના લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. ખાસ કરીને રાજકોટની એક વાનગી લઇને આવ્યા છીએ. જે છે ચાપડી તાવો.. આ રાજકોટ ની પ્રખ્યાત ડીસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચાપડી તાવો.
ચાપડી માટે
- 1 બાઉલ – જાડો લોટ
- 2-3 ચમચી – રવો
- 1/2 ચમચી – તલ
- 1 /2 કપ – દૂધ
- 1/2 ચમચી – જીરૂ
- સ્વાદાનુસાર – મીઠું
- જરૂરિયાત મુજબ -તેલ
શાક માટે
- 2 નંગ – ડુંગળી
- 2 નંગ – ટામેટા
- 7-8 કળી – લસણ
- 1 ટુકડો – આદુ
- 2-3 નંગ – લીલા મરચા
- 1 ચમચી – કોથમીર
- 1 નંગ – લીંબુ
- 1/2 ચમચી – લીલી હળદરની પેસ્ટ
- 1 ચમચી – લાલ મરચાની પેસ્ટ
- 50 ગ્રામ – વાલોર
- 50 ગ્રામ – લીલા વટાણા
- 50 ગ્રામ – લીલી તુવેર
- 50 ગ્રામ – લીલા ચણા
- 2-3 નંગ – રીંગણાં
- 2-3 નંગ – બટેટા
- 2-3 નંગ – ટીંડોરા
- 2-3 – લવિંગ
- 2 ટુકડા – તજ
- 3-4 નંગ – સૂકા લાલ મરચા
- 1 ફુલ – બાદિયા
- 2-3 – તમાલપત્ર
- 1/2 ચમચી – જીરૂ
- 1 ચમચી – લાલ મરચું
- 2 ચમચી – ધાણાજીરું
- 1/2 ચમચી – હળદર
- 1/2 ચમચી – ખાંડ
મેથીના મુઠીયા માટે
- 1 બાઉલ – ચણાનો લોટ
- 2 ચમચી – જાડો લોટ
- 1/2 ચમચી – હળદર
- 1/2 ચમચી – મરચું
- 1 ચપટી – હીંગ
- 1 ચમચી – ખાંડ
- સ્વાદાનુસાર – મીઠું
- જરૂરિયાત મુજબ – તેલ
- 1 ચમચી – લીંબુનો રસ
- 1 બાઉલ – મેથી (સમારેલી)
- 1/2 ચમચી – ખાવાનો સોડા
બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં લોટ, રવો તલ, જીરૂ, મીઠું અને જરૂર મુજબ દૂધ નાખી કઠણ લોટ બાંધો.પછી પાટલી ઉપર મોટો રોટલો વણી વાટકાથી ચાપડી પાડી લો અને તેલમાં ધીમા ગેસ પર તળો. એકદમ ક્રિસ્પી બનાવી લો. ત્યાર પછી હવે બધું શાક પાણીમાં સમારી અને ધોઇ લો. હવે ડુંગળી, ટામેટા, આદુ, મરચા, લસણની પેસ્ટ કરો. તે બાદ એક કૂકરમાં તેલ મુકો પછી તેમાં બધા સૂકા મસાલા નાખો અને પછી ડુંગળી સાંતળો અને પછી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ નાખો અને હળદર, મરચાની પેસ્ટ નાખી બધો મસાલો કરો અને એકદમ ચડવા દો પછી બધું શાક નાખી મિક્સ કરવું અને 5 સિટી વાગે ત્યાં સુધી રહેવા દો. હવે મેથીના મુઠીયા બનાવવા માટે એક મોટા બાઉલમાં ચણાનો લોટ, જાડો લોટ અને 1/2 ચમચી સોડા એની ઉપર લીંબુ નીચવી બધો મસાલો કરો. પછી તેલ વાળો હાથ કરી મનપસંદ આકારમાં મુઠીયા વાળો. અને તળી લો. હવે શાકની સિટી થઈ જાય પછી શાક ક્રશ કરી લેવું. અને મુઠીયા નાખવા અને ઉકળવા દેવું અને કોથમીર નાખો. તેમાં ચાપડી, શાક અને ડુંગળી અને મરચું મૂકી સર્વ કરો. ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ શાક શિયાળામાં બનાવી છે ઠંડી ઋતુમાં ખાવાની મજા આવે.