વીરપુરના ચરખડી ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ફાલસાની ખેતી કરી મબલખ કમાણી કરી

વીરપુર પાસેના ચરખડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ પોતાના ખેતરમાં ગરમીમાં રાહત આપતા ફાલસા ફળની ઉમદા ખેતી કરી જાતે જ તેનું મૂલ્યાંકન કરી મોટી કમાણી કરીને ખેતીમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકેનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માત્ર આઠ ચોપડી ભણેલા આ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈએ જણાવેલ કે પોતે પોતાના ખેતરમાં બે વર્ષ થયા આ ફાલસાની ખેતી કરે છે આ ત્રીજુ વર્ષ છે, ફાલસાએ એક જંગલી જાત છે ગુજરાત ઉપરાંત હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ફાલસાની ખેતી કરવામાં આવે છે પણ સૌરાષ્ટ્રમાં લગભગ તે પહેલાં ખેડૂત છે જેમને ફાલસાની ખેતી કરી છે.

ઉનાળામાં શ૨ી૨ને ટાઢક આપતા ફાલસાની ખેતીનો પ્રથમ પ્રયોગ ક૨તા પ્રગતિશીલ ખેડૂતે અન્ય ક્સિાનોને પણ બોઘપાઠ આપ્યો.

ચંદુભાઈ સગપરિયાએ પોતાના પંદર વિઘા જેટલી જમીનમાં ફાલસાનું વાવેતર કરેલ છે કુલ પંદર વિઘામાં બે હાર અને બે છોડ વચ્ચે ઓરસ-ચોરસ 16 બાય 16 ફૂટના અંતરે કુલ 800 નાના ઝાડ ઉભા છે જે અત્યારે ત્રણ વર્ષના છોડ થઈ ગયા છે, ફાલસાના 800 જેટલા રોપાનું વાવેતર કર્યુ છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાથી ફાલ લાગવા માંડે છે અને એપ્રિલ મહિનામાં પાક તૈયાર થવા લાગે છે, ફાલસાના પાકમાં માઈક્રોન્યુટલ અને જીબ્રા ઉપરથી ફ્રુટનું બંધારણ થઈ ગયા બાદ છંટકાવ કરવાનો રહે છે. ફેબ્રુઆરી મહિનામાં મગ જેવડા લીલા ફાલસા થઈ જાય છે પછી તેને કોઈ ખાતરની જરૂર પડતી નથી,

વધુમાં ચંદુભાઈએ જણાવ્યું હતું ફાલસાના પાકમાં કોઈપણ જાતનો રોગ આવતો નથી એટલે કોઈ છંટકાવ કરતા નથી. ફાલસાનું ઉત્પાદન માર્ચ – એપ્રિલમાં શરૂ થઈ જાય છે જે ચણીયા બોર જેવા લાગે છે, ફાલસા ફ્રુટ પાક્યા બાદ કાળુ પડે એટલે તેનો ટેસ્ટ ઉત્તમ ગુણવાળો મિઠો મધુરો લાગે છે. અત્યારે પણ ઉત્પાદન ચાલુ છે અને એક થડ દીઠ અંદાજે 5-10 કિલો જેટલું ઉત્પાદન થવાની ધારણા છે કુલ પંદર વિઘમાં 800 ઝાડ માંથી અંદાજે 5 કિલો હિસાબે લગભગ 4000 કિલોનું ઉત્પાદન થવાની ધારણા છે,

ફાલસાની ખેતી કરવાનું કારણ તેમણે જણાવેલ કે ફાલસાની ખેતી કરવાથી અનેક ફાયદાઓ છે એકતો બાગાયતી ખેતી લાંબી મુદત અને ઉનાળાની સિઝનમાં ગરમીમાં ઠંડક આપતું ઔષધીય ફ્રુટ હોય તો તે ફાલસા છે,ફાલસા એ કાળા ઉનાળે થતો પાક છે જે એક આયુર્વેદિક ફ્રુટ છે.

ફાલસા ફ્રુટમાં કેરોટીન,મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા વિટામીન વિપુલમાત્રામાં કુદરતે ઠાસોઠાસ ભરેલા છે જે માનવ શરીરમાં થતા અનેક પ્રકારના રોગોમાં રોગનાશક અને શરીરમાં અનેક પ્રકારની તેજા ગરમીમાં ખૂબ જ ઉપયોગી છે,ઉનાળામાં ફાલસા ફ્રુટનું સેવન કરવાથી કે સરબત પીવાથી હાઈ બીપી-લો બીપી માં રાહત મળે છે તેમજ ઉનાળામાં ધોમધખતા તાપમાં લુ ન લાગવી એવા અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. આમ ફાલસા અનેક આયુર્વેદિક ગુણધર્મો ધરાવે છે,

નાનાએવા ચરખડી ગામના આ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈએ ફાલસાની ખેતી કરી પોતેજ ફાલસાનું મૂલ્યાંકન કરી ફાલસા પલ્પ (ક્રશ) કરીને ફાલસા જ્યુસની બોટલીંગ કરી માર્કેટમાં વેચી સારી એવી કમાણી કરી રહ્યા છે તો બીજો ફાયદો જોઈએ તો બજારમાં ફાલસા ફ્રુટના એક કિલોના 100 થી 200 રૂપિયા લેખે સારી આવક કરી કમાણી કરી રહ્યા છે,વધુમાં ચંદુભાઈ સગપરિયાએ જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ખેતીમાં આવા અવનવા નવતર પ્રયોગો કરી જાતે તેનું માર્કેટિંગ કરી વધુ કમાણી કરી સારી આવક મેળવી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો