દક્ષિણ કન્નડ (Kannada district)જિલ્લાના સુલિયા તાલુકાના અરંથોડુ પાસે અદતલે અને નેક્કરે ગામ પાસે આવેલ જંગલમાં (Forest)56 વર્ષીય ચંદ્રશેખરનું (ChandraShekhar)ઘર છે. ચંદ્રશેખર પોતાનું ઘર છોડીને જંગલમાં રહે છે. ચંદ્રશેખરના ઘર સુધી પહોંચવું થોડું અઘરું છે. જંગલની અંદર 3-4 કિમી સુધી ચાલવું પડે છે. થોડાક સમય બાદ વાંસ સાથે બાંધેલ એક નાની પ્લાસ્ટિકની સીટ જોવા મળે છે. એક જૂની એમ્બેસેડર કાર છે, જેના બોનટ પર એક ખૂબ જ જૂનો રેડિયો લગાવવામાં આવેલ છે. જે હજુ સુધી ચાલે છે. આ વ્યક્તિ ખૂબ જ દુબળો થઈ ગયો છે અને તેના થોડા વાળ પણ જતા રહ્યા છે. તેમણે દાઢી કરાવી નથી અને શરીર પર માત્ર કપડાના બે ટુકડા છે. તેમણે રબરના ચપ્પલની એક જોડી પહેરી છે. ચંદ્રશેખર જંગલ અનુસાર જીવન નિર્વાહ કરતા શીખી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચંદ્રશેખરની પાસે કેમરાજે ગામમાં 1.5 એકરની જમીન હતી. ત્યાં તેઓ સોપારીનું ઉત્પાદન કરતા હતા અને શાંતિપૂર્ણ જીવન પસાર કરતા હતા. વર્ષ 2003માં તેમણે સહકારી બેંક પાસેથી રૂ.40,000ની લોન લીધી હતી. પરંતુ પ્રયત્ન કરવા છતાં, તેઓ આ લોન ચૂકવી શક્યા ન હતા. આ કારણોસર બેંકે તેમના ખેતરની હરાજી કરી દીધી. ત્યારબાદ તેઓ પોતાની એમ્બેસેડર કારમાં તેમની બહેનના ઘર અદતલે માટે રવાના થયા હતા. થોડા દિવસ બાદ તેમની બહેનના પરિવાર સાથે માથાકૂટ થઈ ગઈ હતી. આ કારણોસર તેમણે એકલા રહેવાનો નિર્ણય લીધો હતો. તેઓ દૂર જંગલમાં એકલા રહેવા જતા રહ્યા અને ત્યાં તેઓ કારમાં રહેવા લાગ્યા હતા. કારને વરસાદ અને તડકાથી બચાવવા માટે તેના ઉપર એક પ્લાસ્ટિકની સીટ લગાવી દીધી હતી.
ચંદ્રશેખર 17 વર્ષથી એકાંત જીવન જીવી રહ્યા છે. તેઓ જંગલમાંથી વહેતી નદીમાં સ્નાન કરે છે. તેઓ ઘાસનો ઉપયોગ કરીને ટોકરી બનાવે છે અને અદતલે ગામની દુકાન પર વેચી દે છે. તેના બદલામાં તેઓ ચોખા, ખાંડ અને અન્ય કરિયાણાનો સામાન લે છે. તેમને પોતાની એકમાત્ર જમીન પરત મેળવવાની ઈચ્છા છે. આ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે તમામ દસ્તાવેજ પોતાની પાસે હજુ સુધી સાચવીને રાખ્યા છે.
કારનું ઈન્ટીરિયર તેમની દુનિયા છે અને તેઓ પોતાની આ દુનિયાથી સંતુષ્ટ છે. તેમની પાસે એક જૂની સાયકલ છે. આ સાયકલનો તેઓ નજીકના ગામમાં જવા માટે ઉપયોગ કરે છે. તેઓ આકાશવાણી પર મેંગલુરુ સ્ટેશનને સાંભળે છે અને તેમને હિંદી મેલોડી ગીત પસંદ છે.
આ વ્યક્તિના એકાંત જીવન વિશે જાણ થતાં, થોડા વર્ષ પહેલા A B ઈબ્રાહીમ, જિલ્લા કલેક્ટર તેમને મળવા ગયા હતા અને તેમને યોગ્ય ઘર અપાવવાનો વાયદો કર્યો હતો. તેમણે ઘર પણ બનાવડાવ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેમણે જણાવ્યું કે, આ ઘર રબરના જંગલની વચ્ચે છે અને તેમને ત્યાં રહેવું પસંદ નથી.
જંગલી હાથીઓ અનેક વાર તેમના ઘર પાસેથી પસાર થયા છે. જંગલી સુવર, દીપડો અને બાઈસન પણ અનેક વાર આવે છે. સાપ પણ આસપાસ ફરતા રહે છે, પરંતુ તેમણે આ જગ્યાએથી દૂર જવા માટે ના પાડી દીધી છે. તેમણે ક્યારેય પણ જંગલમાંથી કોઈ પ્રકારની ચોરી કરી નથી. આ કારણોસર વનવિભાગને આ વ્યક્તિ જંગલમાં રહે તો તેમને કોઈ સમસ્યા નથી. ચંદ્રશેખરે કહ્યું કે, હું ક્યારેય જંગલમાંથી વાંસ પણ કાપતો નથી. જો હું એક નાનો ટુકડો પણ કાપીશ, વનવિભાગને મારા પર વિશ્વાસ નહીં રહે.
ચંદ્રશેખર પાસે આધાર કાર્ડ નથી, પરંતુ અરંથોડુ ગ્રામ પંચાયતે તેમની મુલાકાત લીધી અને તેમને કોવિડ-19ની વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. લોકડાઉનમાં તેમણે ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન તેમણે ઘણા સમય સુધી પાણી અને જંગલી ફળો પર જીવન નિર્વાહ કર્યું હતું. 17 વર્ષો બાદ પણ ચંદ્રશેખર પોતાની જમીન પરત મેળવવાની ઈચ્છા ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..