ગુજરાતનાં આ ગામમાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે, જ્યાં ગામલોકો રોજ એક રસોડે જમે છે. આ એ જ ગામ છે જ્યાં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેનાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે. ગામમાં પ્રવેશતાં જ સાફ સુથરા રસ્તાની ડાબી બાજુએ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે. બરાબર 11 વાગે ઘંટનાદ થતાં જ વૃદ્ધો મકાનના દરવાજા બંધ કરી મંદિર તરફ આવવા લાગ્યા. થોડીવારમાં તો આખું ગામ ભેગું થઇ ગયું.

અહીં ભોજન લેનાર પણ વૃદ્ધ છે અને પિરસનાર પણ વૃદ્ધ છે

1000ની વસતીના આ ગામમાં માંડ 40થી 50 વૃદ્ધો રહે છે. મંદિર પરિસરમાં ટેબલ-ખુરશી પર ગોઠવાઇ જતાં પાકું ભોજન પિરસાયું. અહીં ભોજન લેનાર પણ વૃદ્ધ છે અને પિરસનાર પણ. મોંઢામાં કોળિયો મૂકતા જાય અને એકબીજા સાથે સુખ દુ:ખની વાતો કરતા જાય. જાણે એક પરિવાર જ જોઇ લ્યોને…આ તેમનો નિત્યક્રમ બની ગયો છે.

1000ની વસતીના આ ગામમાં માંડ 40થી 50 વૃદ્ધો રહે છે.

ગામના 900 થી પણ વધુ લોકો બહારગામ રહે છે

આ ગામના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરીસરમાં નિયમીત બંન્ને ટાઇમ ગામનાં લોકો પોતાના સુખ-દુ:ખની વાતો કરતા સાથે મળી ભોજન કરે છે. તમને જણાવી દઇએ કે, આ ગામનો સાક્ષરતા દર 100 ટકા જેટલો છે. ગામના 900 થી પણ વધુ લોકો બહારગામ રહે છે. તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.

 

ગામમાં પ્રવેશતાં જ સાફ સુથરા રસ્તાની ડાબી બાજુએ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે.

 

ગામના 900 થી પણ વધુ લોકો બહારગામ રહે છે.

 

તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.

 

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે, જ્યાં ગામલોકો રોજ એક રસોડે જમે છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી