અમેરિકામાં ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ કાર્ડોઝનું કોરોનાથી મોત, આ જ મહિને મુંબઈમાં 200થી વધુ લોકોને પાર્ટી આપી હતી!

દુનિયાની ઘણી બધી હસ્તીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે. આ ખતરનાનક વાયરસના ઈન્ફેક્શનથી ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો છે. તે 59 વર્ષના હતા. ન્યૂ યોર્કમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ચિંતાની વાત એ છે કે, ફ્લોએડ આ મહિને જ મુંબઈ આવ્યા હતા અને અહીં તેમણે એક પાર્ટી પણ આપી હતી. આવામાં તે પાર્ટીમાં આવેલા લોકોની ચિંતા પણ વધી શકે છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી 773 લોકોના મોત થયા છે જ્યારે ભારતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.

મુંબઈની પાર્ટીમાં 200 લોકો પહોંચ્યા હતા

ફ્લૉએડના ન્યૂયોર્કમાં શેઝ ફ્લોએડ, બૉમ્બે કેન્ટિન અને ઑ પેડ્રો નામથી રેસ્ટોરાં છે. મુંબઈ અને ગોવામાં પણ ફ્લૉએડના રેસ્ટોરાં છે. તેઓ આ જ મહિને મુંબઈ પણ આવ્યા હતી અને અહીં તેમણે એક પાર્ટી પણ આપી હતી જેમાં ઓછામાં ઓછા 200 લોકો આવ્યા હતા. પરત ગયા બાદ ફ્લોએડને ન્યૂયોર્કમાં વાયરલ ફીવરની ફરિયાદ પર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. બાદમાં ટેસ્ટિંગ થતા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આના પછી તેમના સંપર્કમાં આવેલા લોકોની જાણકારી એકઠી કરાઈ હતી.


ન્યૂ યૉર્કમાં સ્થિતિ ખરાબ

અમેરિકામાં અત્યાર સુધી 60000થી વધુ લોકો કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે અને 773 લોકોએ જીવ ગુમાવી દીધા છે. અહીં સૌથી ખરાબ સ્થિતિ ન્યૂ યૉર્કમાં છે જ્યાં 26, 430 લોકો કોરોના પોઝિટિવ છે જ્યારે 271 લોકોના મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ ન્યૂ જર્સીમાં 3675 લોકો કોરોનાથી સંક્રમિત છે અને 44 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં મંગળવારે 197 લોકોના મોત થયા જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી મોટો આંકડો છે.

સંકટમાં અમેરિકા, ટ્રમ્પ બિઝનેસ ચાલુ કરવા માટે તૈયાર

વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રવક્તા માર્ગારેટ હેરિસે મંગળવારે જ સંકેત આપ્યા હતા કે, અમેરિકા આગામી ઈટલી બની શકે છે. માર્ગ્રેટને પૂછવામાં આવ્યું હતું કે, શું અમેરિકા કોરોના વાયરસનું આગામી કેન્દ્ર બની શકે છે તો તેમણે કહ્યુ હતું કે, અમેરિકામાં જે ઝડપથી કેસ વધી રહ્યાં છે, આવું બની શકે છે. આના પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તે સોશિયલ ડિસ્ટન્સિંગની નીતિ પર ફરી વિચારશે અને ટૂંકમાં અમેરિકાને બિઝનેસ માટે ખોલી દેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો