લગ્નમાં પણ GSTનો ચાંદલો!: કેટરિંગથી માંડી ડેકોરેશન પર 18 ટકા જેટલો ટેક્સ ભરવો પડે, 7થી 8 લાખનો ખર્ચ થાય તો 1 લાખ સુધી GST ભરવો પડે

લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. લગ્ન દીકરાના હોય કે દીકરીના, પણ દરેક ધામધૂમથી લગ્ન કરવા માગે છે. લગ્નમાં થતા વિવિધ પ્રકારના ખર્ચમાં જીએસટી પણ સામેલ હોય છે. જો એક લગ્ન પાછળ અંદાજે 7થી 8 લાખનો ખર્ચ થાય તો એના પર લગભગ રૂ.1 લાખ જીએસટી લાગતો હોય છે.

લગ્નપ્રસંગના મુખ્ય ખર્ચમાં કપડાં-ફૂટવેર, જ્વેલરી, મેરેજ હોલ, મંડપ, ડેકોરેશન, વીડિયોગ્રાફી, બેંડવાજા, બ્યૂટીપાર્લર, કેટરિંગ, કંકોત્રી હોય છે અને આ તમામ પર જીએસટી લાગે છે. વિવિધ સર્વિસ પ્રોવાઈડર જે સેવાના ચાર્જ વસૂલે છે એમાં જીએસટીનો સમાવેશ થઈ જ જતો હોય છે. જો લગ્નમાં પાર્ટી પ્લોટ માટે અંદાજે રૂ. 1.50 લાખ ખર્ચ થાય તો તેની પર 27 હજાર જીએસટી લાગે છે. રૂ. 50 હજારના મંડપ અને ડેકોરેશનના ખર્ચ પર 9 હજાર, જ્યારે કેટરિંગનું બિલ 1.50 લાખ હોય તો અંદાજે 27 હજાર જીએસટી લાગે છે. આવી રીતે જ્વેલરીની રૂ. 1.5થી 2 લાખની ખરીદી કરવામાં આવે તો રૂ. 3થી 4 હજાર જીએસટી ભરવો પડે છે.

ઓલ ઈન્ડિયા કેટરિંગ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, બેન્કવેટ કે પાર્ટી પ્લોટ માટે સામાન્ય રીતે 5 લાખ સુધી ખર્ચ થતો હોય છે અને એના પર 18 ટકા જીએસટી લાગે છે. જ્યારે આહાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે કહ્યું હતું કે લગ્નમાં કેટરિંગ સેવાને કોર્પોરેટ ઈવેન્ટ ગણવામાં આવે છે અને 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હોય છે. એ જ રીતે ડેકોરેશન, બ્યુટીપાર્લર, ટેક્સી સર્વિસ સહિતની સેવાઓ પર પણ 18 ટકા લેખે જીએસટી ભરવો પડે છે.

બ્યુટીપાર્લર, કંકોત્રી પર પણ 18% ટેક્સ

કપડા 5થી12 ટકા
ગોલ્ડ જ્વેલરી 3 ટકા
લગ્ન ગાર્ડન 18 ટકા
મંડપ 18 ટકા
લાઇટિંગ 18 ટકા
ડેકોરેશન 18 ટકા
બેંડવાજા 18 ટકા
ફોટો-વીડિયો 18 ટકા
કંકોત્રી 18 ટકા
બ્યુટી પાર્લર 18 ટકા
કેટરિંગ 18 ટકા
ટેક્સી સર્વિસ 5 ટકા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો