કારમાં મુસાફરી દરમિયાન બાળકને ઉલ્ટી થઈ જાય છે? તો અજમાવો આદુનો આ ઘરેલું ઉપચાર, અચૂક રાહત આપશે..

બાળકોને હરવું-ફરવું અને ટ્રાવેલિંગ કરવું ખૂબ પસંદ હોય છે. લાંબા ટૂર પર તો લગભગ દરેક કોઈ કારથી જ જાય છે. બાળકોને કારથી ટ્રિપ પર જવાનું પસંદ હોય છે પરંતુ કેટલાક બાળકોને કારમાં ઉલ્ટી થાય છે. કારમાં ઉલ્ટી થવી તેને મોશન સિકનેસ કહેવાય છે. આ તકલીફ મોટાની સાથે-સાથે બાળકોને પણ થાય છે. જો તમારા બાળકને પણ કારમાં ટ્રાવેલિંગ કરતી વખતે ઉલ્ટી થતી હોય તો કેટલાક ઉપાયોની મદદથી બાળકોને તકલીફથી બચાવી શકો છો.

બાળકોને કારમાં ઉલ્ટી કેમ થાય છે?
કાર સિકનેસ એક પ્રકારની મોશન સિકનેસ હોય છે જે બાળકના કાનના અંદરના ભાગ, આંખો અને માંસપેશીઓને અલગ-અલગ સિગ્નલ મળે છે. જ્યારે બાળક બારીથી નીચે બેસે છે અને બહારની હવા નથી લઈ શકતું ત્યારે તેને કાર સિકનેસ થઈ શકે છે. તેનાથી મગજ મૂંઝવણમાં મૂકાઈ જાય છે અને લક્ષણ ટ્રિગર થઈ શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે 2થી 12 વર્ષની ઉંમરના બાળકોમાં થાય છે.

કેટલાક બાળકોમાં મોશન સિકનેસના કેટલાક સામાન્ય લક્ષણોમાં પેટ ખરાબ થવું, ઠંડો પરસેવો વળવો, થાક, ઓછી ભૂખ લાગવી અને ઉલ્ટી સામેલ છે. જો બાળકની સ્કિન પીળી પડી રહી છે, બેચેની અથવા જમવાની ના પાડવી આ લક્ષણો દેખાઈ રહ્યા છે તો તેને અવગણશો નહીં.

ઉલ્ટી રોકવાના ઘરેલુ ઉપાય

મોશન સિકનેસની સારવારમાં આદુ ખૂબ અસરકારક હોય છે. આ પેટની માંસપેશીઓની દિવાલની મૂવમેન્ટને ધીમી કરવાનું કામ કરે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સેન્ટર અનુસાર મોટી ઉંમરની વ્યક્તિ દિવસમાં ત્રણવાર 250 ગ્રામ આદુનો રસ લઈ શકે છે. બાળકોને ઓછી માત્રાની જરૂર પડે છે. આ વિશે તમે પીડિયાટ્રિશ્યિનને પણ પૂછી શકો છો. આ સિવાય અરોમાથેરાપી જેમ કે, ફુદીના અને લવેન્ડરમાં ગભરામમને રોકવાના ગુણ હોય છે.

આ કામ પણ કરી શકો છો

– જ્યારે પણ બાળકને બીમારી જેવું લાગે ત્યારે તેને આંખ બંધ કરવાનું અથવા દૂરના કોઈ બિંદુ પર ફોકસ રાખવાનું કહો
– ઊંડા શ્વાસ લેવાથી મોશન સિકનેસથી જલ્દી રાહત મળે છે. તો ધ્યાન ભટકાવવાથી પણ મોશન સિકનેસ દૂર રહે છે
– મોશન સિકનેસ થાય તો બાળકને ઊંઘાડી દો અને તેના પર કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકો
– આ સમયે પુસ્તક વાંચવાથી અથવા ડિઝિટલ ડિવાઈઝ વાપરવાથી બચો
– ટ્રાવેલિંગ દરમિયાન હળવો ખોરાક લો

મોશન સિકનેસથી કેવી રીતે બચાવશો?
કાર ટ્રિપ પર જતા પહેલા બાળકને મસાલાવાળી અથવા તળેલી વસ્તુ ન ખવડાવશો. જો નજીકમાં જતા હો તો ઘરેથી નીકળતા પહેલા કંઈ ન ખાશો. ફુદીના અથવા આદુની ગોળી ચૂસવાથી કારમાં બેસવાથી ઉલ્ટી નથી થતી. કારમાં બારી પાસે બેસવાથી ખુલી હવા લેવાથી કાર સિકનેસથી બચવામાં મદદ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો