કોરોના મહામારીના કારણે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પાછલા 2 વર્ષથી ન હતા વધ્યા. હવે તેમાં વધારાની જાહેરાત થઈ છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર-ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વધારવાનું પ્રપોઝલ મુક્યું છે. આ કારણે એક એપ્રિલથી સંભવિત રીતે કાર અને બે પૈડા વાહનના ઈન્શ્યોરન્સ કોસ્ટ વધારવામાં આવશે.
કાર માલિકોના ખિસ્સા પર પડશે આ અસર
મિનિસ્ટ્રીની તરફથી પ્રસ્તાવિત રિવાઈઝ્ડ રેટ અનુસાર, 1,000 સીસીની પ્રાઈવેટ કાર માટે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સનો રેટ 2,094 રૂપિયા થશે. 2019-20થી આ રેટ 2072 રૂપિયા હતો. આ રીતે 1000 સીસીથી 1,500 સીસીની પ્રાઈવેટ કાર માટે રેટ 3,221 રૂપિયાથી વધીને 3416 રૂપિયા થઈ જશે. 1,500 સીસીથી વધારેની કાર માટે રેટ 7,890 રૂપિયાથી વધીને 7,897 રૂપિયા થઈ જશે.
ટૂ વ્હીલર વાહનો માટે હશે આ રેટ
150 સીસીથી 350 સીસીની વચ્ચેની બાઈક માટે પ્રીમિયમ 1,366 રૂપિયા હશે. 350 સીસીથી વધારેની બાઈક માટે પ્રીમિયમ 2,804 રૂપિયા થશે.
કોવિડ-19ના કારણે બે વર્ષથી નથી વધ્યા પ્રીમિયમ
કોવિડ-19 મહામારીના કારણે બે વર્ષથી ન હતા વધ્યા પ્રીમિયમ
કોવિડ-19 મહામારીના કારણે બે વર્ષથી થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પોલિસીઝના પ્રીમિયમમાં વધારો નથી થયો. પ્રીમિયમમાં આ પ્રસ્તાવિત વધારો એક એપ્રિલ 2022થી પ્રભાવીત થશે.
પહેલા IRDAI નોટિફાઈ કરતું હતું રેટ
પહેલા ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI થર્ડ- પાર્ટી ઈન્શ્યોરન્સનો રેટ નોટિફાઈડ કરતું હતું. પહેલી વખત પરિવહન મંત્રાલય ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરની સાથે વાત-ચીત બાદ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સનો રેટ નોટિફાઈ કરશે.
ઈલેક્ટ્રિક કાર માલિકોને ફાયદો
ડ્રાફ્ટ નોટિફિકેશનના જણાવ્યું અનુસાર ઈલેક્ટ્રિક પ્રાઈવેટ કાર, ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર, સામાનનું પરિવહન કરનાર ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ અને ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ પર 15 ટકાના ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ છે.
હાઈબ્રિડ ઈલેક્ટ્રિક વ્હીકલના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમના રેટ પર 7.5 ટકાના ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ છે. આ પર્યાવરણના લિહાજે અનુકૂળ વાહનોના ઉપયોગને વધારવાનો પ્રસ્તાવ છે.
થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કરવ હોય છે જરૂરી
પોતાના ડેમેજ કવર કરનાર ઈન્શ્યોરન્સ કવરની સાથે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કરવ પણ જરૂરી હોય છે. આ ઈન્શ્યોરન્સ કવર રોડ એક્સીડેન્ટમાં કોઈ પણ પ્રકારના કોલેટ્રલ ડેમેજને કવર કરે છે. મંત્રાલયે માર્ચ એન્ડિંગ સુધી ડ્રાફ્ટ નોટિફિકેશન પર સુચન માંગ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..