એક કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે, દર્દીએ પૅમ્ફલેટ છપાવીને લખ્યું કે દારૂ, સિગારેટ તથા તમાકુની જાહેરાતો ખતરનાક

જયપુરના કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે. 40 વર્ષીય નાનકરામના પરિવારે કહ્યું હતું કે તે અજયનો ચાહક છે અને જેની જાહેરાત અજય દેવગન કરે છે તે જ બ્રાન્ડનું તમાકુ ખાતો હતો. જોકે, હવે, નાનકરામને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તમાકુએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે.

1000 પૅમ્ફલેટ લગાવ્યા

નાનકરામે રાજસ્થાન જયપુરના સાંગનેર, જગતપુરા તથા આસપાસના વિસ્તારમાં અંદાજે 1000 પૅમ્ફલેટ વહેંચ્યા તથા દીવાલો પર લગાવ્યા છે. આ અંગે અજય દેવગનને પૂછવામાં આવ્યું છે કે તેનો પરિવાર કેટલો પાન-મસાલા ખાય છે? નાનકરામના દીકરા દિનેશ મીણાએ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મારા પિતાએ થોડા વર્ષો પહેલાં અજય દેવગન જે બ્રાન્ડને એન્ડોર્સ કરે છે તે જ બ્રાન્ડનું તમાકું ખાવાનુ શરૂ કર્યું હતું. તેઓ અજયથી ઘણાં જ પ્રભાવિત હતાં. જોકે, જ્યારે તેમને કેન્સર થયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અજય જેવા મોટા સ્ટાર્સે આ પ્રકારની પ્રોડક્ટ્સની જાહેરાત કરવી જોઈએ નહીં’

પૅમ્ફલેટમાં નાનકરામ આ બાબતો લખાવી

નાનકરામે પૅમ્ફલેટ પર લખ્યું છે કે દારૂ, સિગારેટ તથા તમાકુની જાહેરાતો ખતરનાક છે. એક્ટર્સે આ પ્રકારની પ્રોડક્ટ્સને પ્રમોટ કરવી જોઈએ નહીં. બે બાળકોના પિતા નાનકરામ પહેલાં ચાની દુકાન ચલાવતા હતાં પરંતુ હવે તેઓ બોલી પણ શકતા નથી અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સાંગનેરમાં પોતાના ઘરેથી દૂધ વેચવાનું કામ કરે છે.

દિલ્હી સરકારે અજય દેવગનને મોકલી હતી નોટિસ

2016માં દિલ્હી સરકારે અજય દેવગનના નામે એક નોટિસ મોકલી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે સિગારેટ તથા અન્ય તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાતમાં સામેલ ના થાય. નોટિસમાં લખવામાં આવ્યું હતું, ‘પાન મસાલાની જાહેરાતનો ઉપયોગ બ્રાન્ડના પ્રચાર માટે કરવામાં આવે છે, જે ખાસ કરીને સગીર ગ્રાહકોને વધુ પ્રભાવિત કરે છે. સિગારેટ તથા અન્ય તમાકુ ઉત્પાદક એક્ટ (COPTA) 2003ની ધારા 5 પ્રમાણે, આવા વાયોલેશનની જવાબદારી જે-તે તમાકુ કંપની પર હોય છે પરંતુ જાહેરાતમાં તમે (અજય) પણ આનું વાયોલેશન કરી રહ્યાં છો. આથી આ લેટર દ્વારા તમને આ પ્રકારની જાહેરાતમાં ના જોવા મળે તે માટે નોટિસ આપવામાં આવે છે. આ માત્ર ગ્રાહકને ભ્રમિત જ નથી કરતી પરંતુ તમાકુ પ્રોડક્ટ્સને પ્રોત્સાહન પણ આપે છે.’

આ પહેલાં સરકારે તમાકુને લઈ શાહરુખ ખાન, અજય દેવગન, અરબાઝ ખાન તથા ગોવિંદાની પત્નીને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પોતાના પતિને આવી જાહેરાતમાં કામ કરતાં રોકે..

આ બાબતે તમારુ શું મંતવ્ય છે એ નિચે કમેન્ટમાં અચૂક જણાવજો.. અને બને તો બીજા લોકોને આવા વ્યશનથી છોડાવજો.. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો