રાજકોટમાં શિક્ષિકા પત્નીને પતિએ એવી વાત કરી કે તેના તો પગ નીચેથી જમીન સરકી ગઈ, ‘તારા બાપાને બોલાવી લે છૂટાછેડા લેવા છે, બોલ કેટલા રુપિયા લઈશ’

આજકાલ પતિ પત્નીના ઝગડા અને ત્યાર બાદ છુટાછેડાના કિસ્સા સતત વધી રહ્યા છે. પરિવારમાં લગ્ન કરીને આવેલી વહુ પર સાસરિયા દ્વારા સતત ત્રાસ ગુજારવા, મેણા-ટોણા મારવા અને દહેજની માગણી કરવી જેવી ઘટનાઓ આપણાં સમાજ માટે કલંક હોવા છતાં જાણે રાબેતાની વાત હોય તેમ સતત બનતી રહે છે. નિષ્ણાંતોનું માનવું છે કે જોકે મોટાભાગના કિસ્સામાં આવા કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પણ નથી. પરંતુ હાલ પોલીસ સ્ટેશનમાં વધતી ફરિયાદોના આંકડા કહે છે કે સમાજ ધીરે ધીરે જાગૃત થઈ રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓ પોતાના હક્ક અને અધિકાર પ્રત્યે વધુ સજાગ થઈ રહી છે. પોતાની સાથે થતાં અન્યાય સામે લડી લેવા માટે સમાજમાં ખુલી સામે આવી રહી છે. મહિલા પરના અત્યાચારની આવી જ એક ઘટના તાજેતરમાં રંગીલા સિટીની ઓળખ ધરાવતા રાજકોટમાં બની છે.

બનાવની વિગત મુજબ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટી-8માં છેલ્લા દોઢ વર્ષથી માવતરે રહેતી શીતલ નામની પરિણીતાએ મનહર પ્લોટ 14માં રહેતા પતિ પ્રતિક નારણભાઇ વસોયા અને સાસુ સ્મિતાબેન સામે ફરિયાદ નોંધાવી છે. શીતલબેને નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન તા.28-1-2019ના રોજ થયા છે. લગ્નના મહિના બાદ જ સાસુએ મેણાંટોણાં મારી પતિને કાનભંભેરણી કરતા પતિ પ્રતિક પોતાને માર મારતા હતા. એટલું જ નહિ પોતે શિક્ષિકા તરીકે નોકરી કરતા હોય સાસુ, પતિ પગાર પણ લઇ લેતા હતા. થોડા સમય બાદ પતિ માનસિક બીમાર હોવાની ખબર પડી હતી. જે વાત પતિએ,સાસુએ પોતાનાથી છુપાવી હતી.

એક વખત બંધ રુમમાં પતિ હોય દરવાજો ખટખટાવ્યો હતો. બાદમાં પતિએ દરવાજો ખોલતાની સાથે જ પતિ તાડૂકી તું તારા પપ્પાને બોલાવી લે, આપણે છૂટાછેડા કરવા છે, તું કેટલા પૈસા લઇશ તેમ કહી ઝઘડો કર્યો હતો. આ કારણથી એક વખત પતિ ઘર છોડીને જતા પણ રહ્યાં હતા. પોતે નોકરીએ જાય તો શંકા કરતા હતા. પતિના ઉગ્ર સ્વભાવને કારણે નોકરી પણ મૂકી દીધી હતી. છતાં પતિ અને સાસુએ યેનેકેન પ્રકારે ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસમાં ફરિયાદ નોંધાવી
તા.23-12-2019ના રોજ ફરી પતિએ ઝઘડો કરી માર મારી કાઢી મૂકી હતી. બાદમાં સમાધાન માટે અનેક પ્રયાસો કરવા છતાં પતિ કે સાસુએ કોઇ પ્રત્યુત્તર નહિ આપતા પોલીસમાં અરજી કરી હતી. અરજીને પગલે પતિ સહિતના સાસરિયાઓ અરજી પાછી ખેંચવા ફોન પર ધમકી આપી અમારે શીતલ જોઇતી જ નથી કહેતા અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો