સુરત શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક વિધાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. કતારગામમાં રહેતા સીએના વિદ્યાર્થીએ ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું,’ એવું સુસાઈડ નોટમાં લખીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સીએના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મૂળ જામનગર જિલ્લાના નવાગામના વતની અને હાલ કતારગામ ગજેરા સર્કલ પાછળ ધનરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર અકબરી શણમાં દવાની દુકાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી 23 વર્ષીય પુત્ર દીપ સીએના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. દીપે સોમવારે સાંજે પોતાના ઘરે પંખા પર શાલ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દીપની એક મહિના પહેલાં જ સગાઇ થઇ હતી.
આપઘતા કરતા પહેલા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હતી. આત્મહત્યા કરતાં પહેલાં સુસાઇડનોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, મારા આ પગલા ભરવા પાછળ મારું મગજ અને વિચાર છે. આ પગલા માટે હું જવાબદાર છું, મમ્મી તું મજબૂત થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું અને મંગેતર માટે લખ્યું કે, તું સારી રીતે જીવન જીવજે. હું હંમેશાં તારી સાથે જ છું.’
હાલ તો કતારગામ પોલીસે મૃતદેહનો કબજો લઈને સુસાઇડ નોટ કબ્જે કરીને તપાસ શરૂ કરી છે. પરંતુ આપઘાત કરવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી
આપઘાત કરવાથી કોઈ વાત નું સોલ્યુશન આવતું નથી
મહત્વની વાત એ છે, આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ નાની નાની બાબતો ટેન્શન આવી જઈને કાંઈ વિચાર્યા વગર મોતને વ્હાલું કરી દેતા હોય છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓને એક અપીલ છે કે કોઈ પણ મુસીબતનું હંમેશા સોસલ્યુશન હોય છે. જ્યારે પણ મુસીબત પડે તો તમારા નજીકના વ્યક્તિ કે ફ્રેન્ડ સાથે વાત શેર કરો. જેથી તમારું મન પણ હળવું થશે અને સોલ્યુશન પણ આવી જશે. જોકે, આપઘાત કરવાથી સોલ્યુશન આવતું નથી પણ પાછળના લોકોને વધારે દુઃખી થવુ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..