અન્યને મદદ કરી શકતા હોવા જેટલા સક્ષમ હોવા છતાં આપણે ઘણીવાર આ દિશા તરફ ડગ નથી માડતા. જે રતલામ જિલ્લાના ઢિકવા ગામના રહેવાસી કૈલાશ નહેરાએ કરી બતાવ્યું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કૈલાશ નહેરાએ તેમના ગામની દીકરીઓને આર્થિક સુરક્ષા આપવા દત્તક લીધી છે. તેઓ તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધીના તમામ ખર્ચ ઉઠાવશે. 20 વર્ષ પહેલાં CA બન્યા બાદ તે ઈંદોર સ્થાયી થયા હતા, તેમ છતાં આજે પણ તેમનું ગામ સાથેનું જોડાણ ઘટ્યું નથી અને એટલે જ આજે તેમણે આવો પ્રેરણાત્મક નિર્ણય લીધો છે.
દત્તક લેવા માટે દીકરીઓની પસંદગી કરવામાં તેમણે ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ગોપાલ ચૌહાણની મદદ લીધી. તેમણે આચાર્યને એવી દિકરીઓની યાદી આપવા જણાવ્યું કે જેમણે ભણવામાં ટોચનું સ્થાન મેળવ્યું હોય પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ભવિષ્યમાં તેમના અભ્યાસમાં સંકટ આવે તેવી સંભાવના રહેલી હોય.
9મા-10મા ધોરણની વિદ્યાર્થીનીઓ
આચાર્ય ચૌહાણે ગામના લોકોની મદદથી યાદી તૈયાર કરી હતી. દીકરીઓને પૂછવામાં આવ્યું કે શું તેમને કોઈ વાંધો તો નથી ને. ત્યારબાદ તેમના માતા-પિતા સાથે પણ આ નિર્ણય વિશે ચર્ચા કરવામાં આવી. આ દીકરીઓ ઢિકવાની ઉચ્ચ માધ્યમિક શાળામાં 9મા અને 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. કૈલાશ નહેરાના આ પ્રેરણાત્મક નિર્ણયથી હવે આ દીકરીઓ તેમના શિક્ષણ અને લગ્ન કરવા પાછળ થનારા ખર્ચની ચિંતામાંથી મુક્ત થઈ ગયાં છે.
જરૂરિયાતમંદોની મદદ કરવી દરેક સક્ષમનું કામ
કૈલાસ નેહરા કહે છે કે, ‘હું પણ ગામથી જ બહાર આવ્યો છું. મને ખબર છે કે શિક્ષણમાં કેટલો ખર્ચ થાય છે અને માતા-પિતા પૈસા કેવી રીતે એકઠા કરે છે. પૈસાના અભાવને કારણે ઘણી છોકરીઓ આગળ ભણી નથી શકતી. એવામાં હું દરેક સક્ષમ વ્યક્તિને એ જ ભલામણ કરું છું કે શક્ય એટલી અન્યને મદદ કરો, જેથી જે બાળકો ભવિષ્યમાં કંઇક કરવા માંગતા હોય તેઓ તેમનાં લક્ષ્યો પ્રાપ્ત કરી શકે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..