ડાંગમાં આવેલા મહાલ-બરડીપાડા રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની બસ પ્રવાસમાં મહાલ સાઈટ પર જવા નીકળી હતી. જેમાં વાયા સુરત કરીને બસ મહાલ તરફ જઈ રહી હતી. ત્યારે અગમ્યકારણોસર બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી.જેમાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગમાવતા બસ ખીણમાં ખાબકી
સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ગુરુકૃપા ક્લાસીસની બસ હતી. બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 300 ફૂટથી વધુ ઊંડી ખાઇમાં ખાબકી હતી. ધો.1થી 8 સુધીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેટલાક વાલી હતા.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની યાદી
*શ્વેતા રાજેશ સાગરિયા (12 વર્ષ)
*જયસિંગ મહેન્દ્ર પરમાર (15વર્ષ)
*રવું ઈશ્વર પટેલ (9વર્ષ)
*જયેશ મુકેશ પ્રજાપતિ (10વર્ષ)
*દિવ્યેશ સોલંકી (6વર્ષ)
*પંકજ વણકર (12વર્ષ)
*દેવ સોલંકી (13વર્ષ)
*ઊર્મિલાબેન નગીનભાઈ પટેલ (57વર્ષ)
*દિવ્યા ભૂતવર (8વર્ષ)
*આ તમામ ને સુબી લોકેશની 108માં આહવા સિવિલ ખસેડાયા
અશ્વિનભાઈ કોકણી -ફસ્ટ પર્સન
બસ વળાંકમાં ડ્રાઈવરની ભૂલથી ખાડીમાં ઉતરી ગઈ હતી અને લગભગ 250થી 300 ફૂટ નીચે વાસમાં ઝાડમાં ફસાઈ ગઈ છે. હાલ ફાયર ફાઈટરની ટિમ કામ કરી રહી છે. બસની પાછળ સિરોહી ટ્રાવેલર્સ લખ્યું છે. હજી વાસના ઝાડ ઉપર ફસાયેલી બસમાં અનેક બાળકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
મહત્વનું છે કે, આ ઘટના સર્જાતા પોલીસ, ફાયરવિભાગ સહિતનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચ્યો છે. આસપાસના લોકો બચાવ કામગીરી માટે પહોંચ્યા છે.
કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ ડાંગના પ્રવાસે ગયા હતા. 3 બાળકોના મોત નિપજ્યાં હતા. વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાબકવા મામલે વધુ એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જેને લઇને અકસ્માતમાં કુલ મૃત્યુ આંક 4 પહોંચ્યો છે. બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અંદાજે 45 બાળકો બસમાં સવાર હતા. તમામ ઇજાગ્રસ્તોને વ્યારા અને સોનગઢ ખાતે લવામાં આવી રહ્યાં છે. ડાંગ અને તાપી જિલ્લાના અધિકારી ઘટના સ્થળે છે.