આ ફિલ્મ સ્ટારનો નહીં અમદાવાદ આવેલ ઢબુડી માતાનો વૈભવી બંગલો છે, જુઓ તસવીરો

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનો અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં જ ચર્ચામાં આવેલા ઢબુડી માતાના વીડિયો બાદ મીડિયા ની ટીમ અમદાવાદ ખાતે આવેલા ઢબુડી માતાના નિવાસ સ્થાને પહોંચી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનું વૈભવી મકાન આવેલ છે.

ઢબુડી માતાના ભક્તનું નિવેદન

મીડિયા ની ટીમ અમદાવાદ ખાતે આવેલ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના વૈભવી નિવાસ સ્થાને પહોંચતા આસપાસ રહેતા ઢબુડી માતાના ભક્તએ નિવેદન આપ્યું હતું કે, માતા પર લાગેલ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. માતાના પરચા અપરંપાર છે. માતા કહે જ છે કે, 1 હજાર લોકોમાંથી 700 લોકોના કામ થાય જ છે. ઢબુડી માતા પર લાગેલા આરોપો સદંતર ખોટા છે.

નાયબ મુખ્યમંત્રીનું નિવેદન

આ અંગે રાજ્ય નાયબ મુખ્યમંત્રી સાથે મીડિયાએ વાત કરતાં તેમણે કહ્યું કે ‘લોકો બીમારીથી સાજા થવા આસ્થા રાખતાં હોય છે.’ તાજેતરમાં જ ઢબુડી માતાના પાલનપુરના કાર્યક્રમમાં પોલીસ અને પાલનપુરના કોંગી ધારાસભ્ય મહેશ પટેલ પણ પગે લાગતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

કોણ છે આ અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માઁ ?

ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.

ઢબુડી માઁના કાર્યક્રમમાં લાખો રૂપિયાની કમાણી થાય છે

ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માના પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યુટ્યુબમાં વીડિયો ચડાવતાં રહે છે. યુટ્યુબમાં લગભગ 20 લાખ જેટલાં ફોલોઅર્સ પણ છે. ઢબુડી મા જે શહેરમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી પહોંચી જાય છે.

જે કાર્યક્રમમાં ભક્તિનો માહોલ ઉભો કરે છે. ભક્તોનો દાવો છે કે ઢબુડી મા કેન્સરની બીમારી પણ મટાડે છે. ભક્તોનો એવો પણ દાવો કરે છે કે ઢબુડી મા પૈસા લેતા નથી. પરંતુ સ્વૈચ્છિક દાનના નામે લાખો રૂપિયાની કમાણી કરે છે. ઢબુડી માના કાર્યક્રમના સ્થળે ભક્તો જ ખાવા-પીવાના સ્ટોલ ઉભા કરે છે જ્યાંથી ભક્તો લાખો રૂપિયાની કમાણી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો