જૂનાગઢમાં GSTના નવા દરના વિરોધમાં વેપારીઓના શપથ- ‘હવે વૉટ નહીં આપીએ, દેશની સરકાર લોકશાહીના બદલે બ્યૂરોક્રેસી ચલાવી રહી છે’

GST દરમાં વધારો કરવાના નિર્ણયના વિરોધમાં આજે ગુજરાતભરના કાપડના વેપારીઓએ બંધ પાળ્યો છે. જૂનાગઢમાં પણ કાપડ બજારના વેપારીઓ GSTના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.

‘ભગવાન રામ કી કસમ ખાયેંગે અગલે ઈલેક્શન મેં વૉટ નહીં દેંગે’- આ શબ્દો છે જૂનાગઢ કાપડ બજારના વેપારીઓના. GSTના નવા દરના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યાં છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, દેશની સરકાર લોકશાહીને બદલે બ્યૂરોકેસી ચલાવી રહી છે. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે, કાપડ પર 5 ટકા GST હતો. જેમાં હવે વધારો કરીને 12 ટકા કરવાની સરકારની જાહેરાતને પગલે રાજ્યભરના કાપડ બજારમાં આજે સવારથી બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે જૂનાગઢ કાપડ બજારે પણ સંપૂર્ણ બંધ પાડી પોતાનો ટેકો જાહેર કર્યો છે.

GSTના નવા દરનો વિરોધ કરી રહેલા વેપારીઓનું કહેવું છે કે, સરકારે GSTમાં 7 ટકા વધારો કરવાના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સાથે જ વેપારીઓને અધિકારી રાજ આવવાનો ડર સતાવી રહ્યો છે.

નવા દરના અમલથી વેપારીઓને ધંધો કરવો મુશ્કેલ થઈ જશે. આથી તાત્કાલીક 7 ટકાનો કરવામાં આવેલો વધારો પરત ખેંચવામાં આવવો જોઈએ. જો આમ નહીં થાય તો વેપારીઓએ ભગવાન રામના સોગંદ ખાધા હતા કે, GSTમા સરકાર પાછી પાની નહીં કરે, તો વેપારીઓ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો