સુરત શહેરમાં મેટ્રોની કામગીરીમાં જવાબદાર અધિકારીઓની બેદરકારી સામે આવી છે. શહેરના કાદર શાહની નાળ ખાતે ચાલી રહેલી મેટ્રો કામગીરીની સાઈટ પર એક લોખંડનું પિલર પડવાથી એક 14 વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના કાદરશાહની નાળ વિસ્તારમાં રહેતો અખ્તર શેખ નામનો કિશોર ઘર નજીક મિત્રો સાથે રમી રહ્યો હતો. જ્યાં નજીકમાં જ મેટ્રોની સાઈટ આવેલી છે. આ દરમિયાન પતંગ પકડવા તેની પાછળ-પાછળ અખ્તર મેટ્રોની સાઈટમાં ઘૂસી ગયો હતો. જ્યાં લોખંડની વજનદાર રેલિંગ અખ્તરના ઉપર પડી હતી. જેના કારણે અખ્તરનું માથું છૂંદાઈ ગયું હતું.
આ બાબતની જાણ થતાં 108ને બોલાવવામાં આવી હતી. જો કે તે પહેલા જ અખ્તરનું મોત થઈ ગયું હતું. અખ્તરના સમાચાર સાંભળીને તેના માતા-પિતા આઘાતમાં બેભાન થઈ ગયા હતા. આ ઘટના બાદ ત્યાં કામ કરતા કોર્પોરેશન અને મેટ્રો પોજેક્ટના કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે અઠવાલાઈન્સ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોની ફરિયાદ છે કે, મેટ્રોની સાઈટ ઉપર કોઈ સિક્યોરિટી નથી રાખવામાં આવી. જેના કારણે બાળક રમતા-રમતા અંદર ઘૂસી ગયો અને તેને મોત મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..