બોરસદનો ત્રણ વર્ષનો વેદાંત સામાન્ય જ્ઞાનનો અસામાન્ય માલિક: અનેક રાષ્ટ્રો, તેની રાજધાની અને મહત્વના સ્થળોના નામો કડકડાટ બોલે છે

બુદ્ધિ ચાતુર્ય, યાદશક્તિ અને સામાન્ય જ્ઞાન (જનરલ નૉલેજ) યુવાનો કે મોટા લોકોની જ તિવ્ર હોય એવું નથી બોરસદમાં ત્રણ વર્ષની આયુ ધરાવતો બાળક મોટા લોકોને પણ ટપી જાય તેવો કુશાગ્ર છે. કોઇપણ વસ્તુ એક વાર બતાવ્યા બાદ તેની ઓળખ કરવી તેના માટે રમતની વાત છે. અનેક દેશોના રાષ્ટ્રધ્વજ, વિવિધ રાષ્ટ્રોની રાજધાની, નદીઓ, પર્વતોના નામ હોય કે અન્ય કઇપણ હોય આ બાળક તેને એક સેકન્ડમાં ઓળખી બતાવે છે. તેની આ કુશાગ્ર બુધ્ધિ શક્તિ માટે ઇન્ડિયા રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વાત કરીએ મૂળ પાલીતાણાના અને હાલ બોરસદ માં વસવાટ કરતા બેન્ક મેનેજર મનિષ ચુડાસમા અને માતા પૂર્ણા ચુડાસમાના ત્રણ વર્ષના પુત્ર વેદાંતની. વેદાંતની ખૂબી એ છે કે તેની યાદ શક્તિ ખુબજ તેજ છે એક વખત તેને કોઈ વસ્તુ કે ચિત્ર બતાવો એટલે તેને એ ઝડપથી યાદ રહી જાય છે. તે એક બે કે ત્રણ નહીં પરંતુ બેતાલીસ દેશના રાષ્ટ્રધ્વજને ઓળખે છે. ગુજરાતના 24 મુખ્ય અને ખ્યાતનામ સ્થળો, સોલાર રિલેટેડ ઉપકરણો,20 વિવિધ પ્રાણીઓ,પાંચ વૈજ્ઞાનિકો, 25 અલગ અલગ પ્રવૃતિઓ તેમજ ભારતના તમામ રાજ્યો અને તેની રાજધાનીના નામ કડકડાટ બોલે છે.

વેદાંતના માતાના જણાવ્યા અનુસાર તે માત્ર પાંચ મહિનાઓ હતો ત્યારથીજ અમે તેના ગુણો પારખી ગયા હતા. તેના પિતા તેની આ પ્રવૃત્તિને સતત આગળ ધપાવવાની ખેવના ધરાવે છે સાથે સાથે તેમનું સ્વપ્ન તેમના દીકરાને “કૌન બનેગા કરોડ પતિ” શોમાં ભાગ લેતો જોવાનું છે.

પુત્ર 5 માસનો હતો ત્યારે જ તેનામાં રહેલી શકિત અમે પારખી ગયા હતા, માતા
વેદાંતના માતા પૂર્ણાબેનના જણાવ્યા અનુસાર વેદાંત 5 માસનો હતો ત્યારે તે અન્ય બાળકો રહેલી શકિતથી જુદી શકિત ધરવતો હતો. તેની ચેષ્ટા અલગ હતી તેતી માતા તેના ગુણો પારખી ગયા હતા. હાલ તો વેદાંતે માત્ર ત્રણ વર્ષ ની ઉંમરે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બુક માં સ્થાન હાંસલ કર્યું છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો