દારૂબંધી વચ્ચે ગુજરાત (Gujarat)માં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. પોલીસ (police) દર વર્ષે કરોડોનો દારૂ પકડે છે અને પોલીસથી બચવા બુટલેગર (Bootlegger) અવનવાં કિમીયા કરતા હોય છે. તેઓ દારૂ વેચવાનો મલાઈદાર ધંધો છોડવા માંગતા નથી. ત્યારે ગુજરાતમાં દારૂ વેચવો ખૂબ નફાકારક હોવાનું વડોદરાના ચાલાક સપ્લાયરે સાબિત કર્યું છે. તેણે કેમિકલ બિઝનેસ ની આડમાં ઇઝ ઓફ બિઝનેસ માટે પોતાનો બેઝ ગોવામાં ખસેડાયો હોવાનું જાણવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મીડિયા અહેવાલ મુજબ, તાજેતરમાં મહિધાપુરા ખાતે 27 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કારસ્તાનની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો શંકર મોરે (ઉ.વ 40) દ્વારા તેના સાગરીત જીગ્નેશ ઉર્ફે લાલો દાભેલિયાને કેમિકલ કન્ટેનરની અંદર છુપાવી મોકલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દાભેલિયાએ કેમિકલ બિઝનેસના ઓઠા હેઠળ દારૂ વેચવા કેમિકલ બિઝનેસ શરૂ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરામાં અનેક ગુનાહિત કેસોમાં સંડોવાયેલ મોરે તે પહેલા સુરત અને પછી ગોવામાં શિફ્ટ થયો હતો. જ્યાં તેણે કેમિકલ બિઝનેસમેન તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વ્યવસાય માટે તેણે GST નંબર પણ લીધો હતો!
આ દરમિયાન તેણે કેમિકલ ભરેલા ટેન્કરમાં દારૂની સપ્લાઈ શરૂ કરી હતી. TOIના અહેવાલ મુજબ આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ગોવા શિફ્ટ થયા પછી અહીં મોર સામે આ પહેલો કેસ છે. પોલીસને તે ગોવા જતો રહ્યો હોવાનો કોઈ ખ્યાલ નહોતો. તેના સાગરીતે આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.
આ કેસમાં પોલીસને જાણવા મળ્યું કે, દમણથી દારૂ સપ્લાય કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી મોરે ગોવા જતો રહ્યો હતો. આ બાબતે PI આર કે ધુલિયાએ જણાવ્યું કે, બુટલેગરે ગુજરાતમાં અનેક કેસ બાદ પોતાનો બેઝ ગોવા ખસેડ્યો હોવાનો આ પ્રથમ કિસ્સો છે. તેણે પકડાઈ ન જવાય તે માટે સમગ્ર બિઝનેસ મોડેલમાં પણ ફેરફાર કર્યો હતો.
પોલીસે મંગળવારે બાતમીના આધારે ટ્રકમાં લઈ જવાતા કેમિકલના માલની તપાસ કરી હતી. આ ટ્રકમાં રહેલા પ્લાસ્ટિકના કન્ટેનરમાં એલોવેરા જેલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, તેનો અડધો ભાગ જ જેલથી ભરેલો હતો, બાકીના અડધા ભાગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો. આ કેસમાં પોલીસે દાભેલિયા અને સંજય સદાનંદ કર્ણિકની કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં બંનેએ વસ્તા દેવડી રોડ પરના ગોડાઉનમાં દારૂ હોવાની કબૂલાત આપી હતી. જ્યાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી દારૂની 6,351 બોટલ અને 624 બિયરના કેન મળી કુલ રૂ. 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગોડાઉન કેમિકલનો સંગ્રહ કરવા દાભેલિયાએ ભાડે લીધું હતું. ડભેલિયા અને મોરેની મુલાકાત પાસાના કેદી તરીકે રાજકોટ જેલમાં થઈ હતી.
પોલીસે પકડેલ દારૂ ઊંચી ગુણવત્તાનો છે. જે મૂળ કિંમત કરતા વધુ ભાવે વેચાય છે. માંગ વધુ હોવાથી ગોવાના પડતર ભાવ કરતા અહીં ત્રણ ગણી કિંમતે આ દારૂ વેચાતો હોવાનું જાણવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..