દિવાળીપુરાના ચાટર્ડ એકાઉન્ટન્ટ અને જૈન અગ્રણી અશોક જૈન તથા પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ દ્વારા મૂળ હરિયાણાની અને હાલ વડોદરામાં રહી લૉનો અભ્યાસ કરતી 24 વર્ષની દેખાવડી યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ ફરિયાદ કરાવવા પાછળ પૈસા પડાવવાનું ષડયંત્ર હોવાનો આરોપીઓના નજીકના વર્તુળ તરફથી આક્ષેપ થઈ રહ્યો છે અને તેના માટે પીડિત યુવતીના મિત્ર બુટલેગર અલ્પુ સિંધી તરફ પણ આંગળી ચિધાઈ રહી છે. અલ્પુ સિંધી પોલીસથી ભાગતો ફરે છે. તેના પર દારૂના કેસો દાખલ છે. હવે જ્યારે શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં પીડિતા તરફે બુટલેગર અલ્પુ સિંધી આવીને ઉભો રહી ગયો છે, ત્યારે ધણા બધા સવાલો અને શંકાઓ ઉભી થઈ રહી છે. આ બાબતે અલ્પુ સિંઘીનો રોલ શુ છે? તે શુ કહે છે? શુ વિચારે છે? તે જાણવુ પણ મહત્વનુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શહેરમાં ચકચાર જગાવનાર રેપ કેસમાં પિડીતા તરફે ઉભો થયેલા અલ્પુ સિંઘી સાથેની ટોલીફોનિક વાતચિતના અંશો.
પ્રશ્ન- આ આખી બળાત્કારની ફરિયાદ શહેરના હાઈફાઈ લોકો પાસે પૈસા પડાવવાનું ષડયંત્ર છે? અને ફરિયાદ દાખલ કરાવામાં અલ્પુ સિંધી મુખ્ય છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે ?
અલ્પુ સિંઘી: હું દારૂનો ધંધો કરૂ છુ, ઘારૂ તો રોજના બે લાખ બનાવી શકુ છુ. મને પૈસાની જરૂર નથી . પરંતુ તમારા આ હાઈફાઈ લોકોની જેમ મે કોઈ છોકરી પર બળાત્કાર નથી કર્યો, કોઈ છોકરીની મજબુરીનો લાભ લઈને તેનુ શોષણ નથી કર્યુ. શુ દુખિયારી છોકરીની મદદ કરવામાં કોઈ ગુનો છે? છોકરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો તે પહેલા દિવસથી જ છોકરી વડોદરાથી જતી રહી હતી. પરંતુ છોકરી જે ફ્લેટમાં રહેતી હતી તે જગ્યાએ બીજી છોકરીઓ સાથે પણ આવું કરવામાં આવ્યું છે. આ બધુ જાણ્યા પછી અને છોકરી પર પારાવાર અત્યાચાર થયા પછી છોકરીમાં હિંમત આવી, તે પોતે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન ગઈ છે. હા, હુ છોકરીને સપોર્ટ કરૂ છુ અને કરતો રહીશ. હુ કોઈનાથી ડરતો નથી . મારાથી જે મદદ થશે તે તને કરીશ, તેમ મેં યુવતીને કહ્યું છે. કોઈ છોકરીને સપોર્ટ કરવો એ શુ ગુનો છે?
પ્રશ્ન- તારો છોકરી સાથે શું સબંધ છે? એકબીજાને તમે કેવી રીતે ઓળખો છો?
જવાબ: છોકરી સાથે મારા કોઈ પ્રેમ સબંધ નથી. મારી પત્ની છે, પુત્ર છે, મારો પોતાનો પરિવાર છે. પીડિત યુવતીના પરિવાર સાથે મારા સબંધ છે. તમને જરૂર હોઈ તો તેના માતા – પિતા અને ભાઈ સાથેના મારા ફોટા આપવા તૈયાર છું. રાજુ ભટ્ટ કેે અશોક જૈન બધુ ચલાવે. તેમના કહેવાથી કંઈ થવાનું છે? કોઈ પુરાવા આ લોકો લાવ્યા છે.? એ લોકોને આટલી બધી ચિંતા છે, એ બન્ને નિર્દોષ હોય તો પોલીસ ચોકીમાં આવીને જવાબ લખાવેને, કેમ શહેર છોડીને ભાગી ગયા છે.?
પ્રશ્ન-અશોક જૈનના ભત્રીજાએ આક્ષેપ કર્યો હતો કે, અમારી પાસે પૈસાની માંગણી કરાઈ છે?
જવાબ: તા. ૧૯મીએ મોડીરાતે ફરિયાદ થઈ તે પછી એક વાગ્યે અશોક જૈનના બે મિસ્ડ કોલ મારા પર આવ્યા હતા. એટલે, મેં તેને ફોન કર્યો તો વાર્તા કરવા લાગ્યો હતો કે, તમે આવું કર્યુ, તેવું કર્યુ. એટલે, મેં તેને કહ્યું કે, કાકા ૬૦ વર્ષની ઉંમરમાં ૨૪ વર્ષની છોકરી સાથે આવા કામ કર્યો છે, તમને શરમ આવે છે? મારી તેમની સાથે આટલી વાત થઈ હતી. મેં તેમની પાસેથી પૈસા માંગ્યા હોય તો ફરિયાદ કરવા કેમ ન ગયા? ફરિયાદ થઈ તેની પહેલાના પાંચ દિવસમાં તેમને પોલીસ સ્ટેશન ન દેખાયું કે, અલ્પુ સિંધી અમારી સાથે આવું કરે છે? તમે ફરિયાદ થયા પછી તમારી સ્ટોરી બનાવો છો. મે પાંચ હજાર રૂપિયા પણ માગ્યાં હોય તો તેનું રેકોર્ડિગ છે?કોઈ પુરાવા છે?
પ્રશ્ન- સમય આવે ત્યારે અશોક જૈન તારા વિરૂધ્ધ પુરાવા રજૂ કરવાની વાત કરે છે.
જવાબ: પુરાવા હોય તો આ લોકો પોલીસમાં,કોર્ટમાં કે પ્રેસમાં રજૂ કરે. મારી ભુલ હશે તો હું કહી દઈશ કે, હાં મારી ભુલ છે, પરંતુ મેં કોઈ જગ્યાએ ભુલ જ કરી નથી. મેં કોઈની પાસે પૈસા નથી માંગ્યા. મે કોઈની ઉપર બળાત્કાર કર્યો નથી, મે કોઈ છેાકરીને મારી નથી .મારાથી ભુલ એટલી થઈ છે કે, મેં અશોક અને રાજુને ફોન કરી બહુ ગાળો આપી હતી. બંનેમાંથી કોઈ એવું કહેે કે, અમારી મિટીંગ ક્યા થઈ? અમને આ જગ્યાએ મળવા બોલાવ્યા છે, તો ત્યાંના સીસીટીવી ફૂટેજ કાઢો. હું કોઈ જગ્યાએ તેમને મળવા ગયો હોવ તો .
પ્રશ્ન- કોઈ ત્રાહિત વ્યક્તિને તે મળવા મોકલ્યા હતા?
જવાબ: મેં કોઈને મળવા નથી મોકલ્યા. આ લોકો મને કેટલાક દિવસથી ફોન કરાવે છે કે, અલ્પુભાઈ આનું પતાવો. હું શુંું કરવા પતાવું? મારા હાથમાં થોડું છે? પેલી છોકરી મજબુત છે, ફરિયાદ એણે લખાવી છે, તો તેને કહોને મને શું કરવા કહો છો.
પ્રશ્ન- સમાધાન કરાવવા તને શા માટે પ્રેશર કરે છે?
જવાબ: છોકરી દુધ પીતી થોડી છે, બાલીક છે. તેના અંદર બુધ્ધી છે. તે મારા કહેવા પ્રમાણે કેમ જાય? છોકરી મને ઓળખે છે, એટલેે એ લોકો મને ફોન કરી છોકરીને સમજાવવાનું કહેતાં હતા.
પ્રશ્ન- અલ્પુ સિંધીએ જ છોકરીને માર માર્યો છે, તેવી વાત છે?
જવાબ: આજે હું કોઈને મારીશ તો મારા વિરુદ્વ પોલીસ ફરિયાદ તો કરશે ને. છોકરીને મેં મારી હોય તો મારા નામની ફરિયાદ કરે. તે અશોક અને રાજુ ભટ્ટના નામની ફરિયાદ કેમ કરે છે.? આ લોકો કેવી વાર્તા બનાવે છે, તેની મને ખબર નથી પડતી.
પ્રશ્ન-અશોક જૈન નાર્કોટેસ્ટ કરાવવા તૈયાર છે કહે છે કે , મારી પાસેથી પૈસા પડાવવાનુ આ ષડયંત્ર છે?
જવાબ: મારો પણ નાર્કોટેસ્ટ કરાવી લોને, હું કંઈ ના પાડું છું. હું પણ રેડી છું, નાર્કોટેસ્ટ કરાવવા.
પ્રશ્ન- અલ્પુ સિંધી યુવતીને લઈ ફરિયાદ કરાવવા ગયો હતો? તે વાતમાં કેટલું સત્ય છે.
જવાબ: સૌથી પહેલા છોકરીએ મને વાત કરતાં મેં તેને વકીલને મળવા કહ્યું હતું. વકીલ જ પોલીસ સ્ટેશનમા છોકરીને લઈ ગયા છે. હું પોલીસ સ્ટેશન ગયો નથી, મારા પર દારૂના બે કેસ છે, વારસિયા અને વરણામા પોલીસ સ્ટેશનના ગુનામાં વૉન્ટેડ છું, તોે હું કેવી રીતે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા જઈશ? આટલી મોટી ફરિયાદ નોંધાવવાની હોઈ સપોર્ટમાં મેં વકીલ અને મારા ભાઈબંધને પોલીસ સ્ટેશન મોકલ્યો હતા.
પ્રશ્ન- આખા પ્રકરણમાં તનેે માસ્ટર માઈન્ડ તરીકે ચીતરવામાં આવ્યો છે?
જવાબ: પોલીસે નાનપણથી મને વિલન બનાવ્યો છે, હવે બનાવશે તો શું કરી લઈશું? મારી પાસે થોડા મહિના પહેલા શાર્પશુટર એન્થોનીએ બે લાખ રૂપિયાની ખંડણી માંગી હતી તો મેં ફરિયાદ કરી હતી. મને ખંડણીમાં કોઈ રસ નથી. હું મારા ધંધામાં સારું કમાઈ લઉ છું, પોલીસનો માર પણ ખાવ છું અને જેલમાં પણ જાવ છું. આ જે છોકરીનું કામ છે, તેમાં મને કોઈ બીજો રસ નથી. તમે કે હું જજ નથી. પોલીસે ફરિયાદ લીધી છે, તો કંઈક તો જોયું હશે ને. એમ જ તો પોલીસ ફરિયાદ લઈ નથી લેવાની ? સાચુ ખોટુ સાબિત કરવા માટે કોર્ટ છે. જે હકિકત હશે તે કોર્ટ સમક્ષ આવશે અને કોર્ટ નક્કી કરશે કે શું સાચુ છે અને શું ખોટું છે? તે પછી બધુ ખબર પડશે.
પ્રશ્ન- છોકરીના ફોટા વાઈરલ કરવામાં આવ્યા છે, તે અલ્પુ સિંધીએ કર્યા છે?
જવાબ: હું શા માટે ફોટા વાઈરલ કરીશ. મને આ લોકોએ જ મોકલ્યા છે. અશોક જૈને મને અને છોકરીને ફોટા મોકલ્યા છે. છોકરીએ મને જાણ કરી કે, આવી – આવી વાત છે. તેના પછી મેં અશોક જૈન અને રાજુ ભટ્ટને ફોન કરી ગાળો આપી કે, તમે લોકો આ ખોટું કામ કરી રહ્યો છે. આ વાત છોકરી એ પોતે પણ લખાવી છે.
પ્રશ્ન- તને ફોટા અશોક જૈન શુ કામ મોકલે ?
જવાબ: કારણ કે અશોકને છોકરી સાથે સમાધાન કરવુ હતુ . છોકરીને બ્લેકમેઈલ કરવા છોકરીને અને મને અશોક જૈનેે ફોટા મોકલ્યા છે, તેના મારી પાસે પુરાવા છે.
પ્રશ્ન- પહેલાથી જ કેમેરો રૂમમાં ગોઠવવામાં આવ્યો હતો? હની ટ્રેપનો આક્ષેપ છે?
જવાબ: મકાન માલિક કોણ છે? મકાન છોકરીને કોણે અપાવ્યું છે? ક્યાય મારા નામનો ઉલ્લેખ છે?. અશોક જૈનના સબંધીનું જ મકાન છે. મને સાંભળવામાં આવ્યું છે કે, મકાન તેના ભત્રીજાનુ જ છે. આ વાત કેટલી સાચી કે ખોટી? તેની મને ખબર નથી અને હનીટ્રેપની વાત હોત તો યુવતી ફરિયાદ શા માટે કરતી, આ વાતમાં કોઈ તથ્ય નથી.
પ્રશ્ન- રેર્કોડીગ કોણે કર્યું છે? તેના પુરાવા તમારી પાસે છે?
જવાબ: રેકોર્ડિગ અશોક જૈનએ જ કર્યું છે. તેના સિવાય બીજું કોણ કરવાનું? તેના બધા પુરાવા મારી પાસે છે. મેં તેના સ્ક્રીન શોર્ટ પણ રાખી મુક્યા છે.
પ્રશ્ન- વીડિયો રેકોર્ડિગ કરવા પાછળનો શું ઈરાદો?
જવાબ: એ તો કરનારને પુછો .એ લોકોને ખબર, હું તેમના મનનાં થોડો ઘુસેલો છું.
પ્રશ્ન-ફોટા વાઈરલ કર્યા પછી તમારી કોઈ વાત અશોક જૈન સાથે થઈ?
જવાબ: હાં મે એટલી વાત કરી હતી કે, કાકા આટલી ઉંમરમાં તમે આવા કામ કરો છો, તમને શરમ આવે છે.?
પ્રશ્ન- અશોક જૈન તો એવું પણ કહે છે, હું તેના ઘરે નથી ગયો.
જવાબ-પુરાવા સામે આવશે તો લોકોને ખબર પડશે જ ને. તે શું નાર્કોટેસ્ટ કરાવવાનો.?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..