ચીનમાં બોઇંગ 737 વિમાન દુર્ઘટનામાં તમામ 132 પેસેન્જર્સનાં મોત: વિમાન પ્રતિ કલાક 563 કિમીની ઝડપે પહાડો સાથે અથડાઈ ક્રેશ થયું

ચીનના ગ્વાંગસીમાં સોમવારે બપોરે મોટી વિમાની દુર્ઘટના થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરી કરી રહેલા તમામ 132 લોકોનું મોત થયું છે. ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર એરલાઈન્સ ગ્વાંગસીના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. તેમાં 123 મુસાફર અને 9 ક્રુ મેમ્બર્સનો સમાવેશ થતો હતો. જે પહાડી વિસ્તારમાં આ વિમાન તૂટી પડ્યું ત્યાંથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે વિમાન તૂટી પડ્યા બાદ જંગલમાં આગ લાગી હતી. રિપોર્ટ મુજબ વિમાન 2 મિનીટથી પણ ઓછા સમયમાં 30 હજાર ફુટ નીચે પડી ગયું હતું.

લેન્ડિંગની 43 મિનિટ પહેલા વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો
ઉડાન ભર્યાના 71 મિનિટ બાદ આ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. લેન્ડિંગની 43 મિનિટ પહેલા વિમાનનો ATC સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બોઇંગ 737 વિમાન મુસાફરોને લઇ જતું હતું. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ કુમિંગથી ગંગઝોઉ તરફ જતું હતું. ગંગઝોઉ વિસ્તારમાં જ આ દુર્ઘટના ઘટી છે. એરક્રાફ્ટ ક્રેશ થયા પછી પહાડોની વચ્ચે આગ લાગી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાને કારણે પહાડ પર આગ લાગી હતી. હાલમાં અધિકારીઓએ ઘટનાસ્થળે બચાવ ટીમ મોકલી છે. રાહતકાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી અકસ્માતનું કારણ બહાર આવ્યું નથી. વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા માટે બ્લેક બોક્સને પ્રાપ્ત કરવું જરૂરી છે, જેની ઝડપથી શોધ કરવામાં આવી રહી છે.

વિમાન સાડાછ વર્ષથી એરલાઈન્સમાં હતું
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, વિમાને કુનમિંગ ચાંગશુઈ એરપોર્ટથી બપોરે 1.15 કલાકે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટ ગુઆંગઝોઉમાં 3 વાગ્યે પહોંચવાની હતી. અકસ્માતનો ભોગ બનેલી બોઇંગ સાડાછ વર્ષથી એરલાઇનમાં કાર્યરત હતી. આ અકસ્માત અંગે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

ગયા વર્ષે વિશ્વની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની હતી
વર્ષ 2021માં વિશ્વભરની એરલાઇન્સમાં 15 જીવલેણ અકસ્માતો થયા હતા, જેમાં કુલ 134 લોકોનાં મોત થયાં છે. 12 મહિનામાં સૌથી મોટો અકસ્માત શ્રીવિજય એર બોઇંગ 737-500નો હતો, જે ઈન્ડોનેશિયામાં ક્રેશ થયું હતું. 9 જાન્યુઆરી 2021ના રોજ થયેલા અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 61 લોકોનાં મોત થયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો