ઘણા લોકોના પગ અને હાથોમાં સામાન્યથી વધારે નશો દેખાતી હોય છે. આ નસોનો રંગ ભૂરો, લીલો અથવા પર્પલ હોઈ શકે છે. જો કોઈને પગમાં ભૂરા રંગની નસો દેખાય તો તેની અવગણના ન કરવી જોઈએ.
ઘણા લોકો એવા છે જે ઈચ્છે છે કે તેમની સ્કિન પાતળી થઈ જાય જેથી હાથોની નસો દેખાવવા લાગે અને તેના માટે તે ડાયેટ અને એક્સરસાઈઝ પણ કરે છે. ત્યાં જ અમુક લોકોના શરીરમાં કોઈ સામાન્યથી વધુ નસો દેખાય છે. આ નસો હાથ, ચેસ્ટ, પગ અને બેક મસલ્સ અથવા અન્ય જગ્યાએ હોઈ શકે છે.
પરંતુ જો કોઈના પગમાં નસો દેખાઈ રહી છે અને તેનો રંગ ભૂરો છે. તો આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું સંકેત હોઈ શકે છે. ભૂરી નસોને વેરિકોઝ વેન્સ કહેવામાં આવે છે અને મોટાભાગના લોકો પગની આ વેરિકોઝ વેન્સની અવગણના કરો છો તો આગળ જઈને સમસ્યા થઈ શકે છે. જો તમારા પગમાં પણ ભૂરી નસો જોવા મળે છે તો આ આર્ટિકલને અંત સુધી જરૂર વાંચો.
શું હોય છે વેરિકોઝ વેન્સ?
વેરિકોઝ વેન્સ મુખ્ય રીતે હાથ, પગ, એડી અને પંજામાં જોવા મળે છે. આ સુજેલી અને વધુ વળેલી નસો હોય છે. જે ભૂરા અથવા ઘાટા જાંબલી કલરની હોય છે. આ જોવામાં ઉપસેલી હોય છે. આ નસોની આસપાસ સ્પાઈડર વેન્સ હોય છે.
જ્યારે સ્પાઈડર વેન્સ, વેરિકોઝ વેન્સને ચારે બાજુથી ઘેરી લે છે તો તેમાં દુખાવો અને ખંજવાડ આવવા લાગે છે. વેરિકોઝ નસો સતત લોકો માટે ખતરો નથી હોતી. પરંતુ અમુક લોકોમાં તેના અમુક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
વેરિકોઝ નસોનું કારણ
વેરિકોઝ નસો ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ વ્યક્તિની નસોની દિવાલ કમજોર હોય છે. તે બ્લડ પ્રેશર વધારે છે તો તેના કારણે નસોમાં દબાણ વધી જાય છે અને તે પહોંળી થવા લાગે છે. ત્યાર બાદ જેમ જેમ નસો ખેંચાય છે તેમ તેમ નસોમાં એક દિશામાં લોહીનો પ્રવાહ કરનાર વોલ્વ સારી રીતે કામ કરવાનું બંધ કરી દે છે.
આ બાદ લોહી નસોમાં જમા થવા લાગે છે અને નસોમાં સોજો આવવા લાગે છે, વળી જાય છે અને પછી તે ત્વચા પર ઉપસેલી જોવા મળે છે. નસોની દિવાલ કમજોર થવાના કારણે ઘણા કારણ હોઈ શકે છે. જેવા કે…
હોર્મોનનું બેલેન્સ બગડવું
વધતી ઉંમર
વધુ વજન હોવું
લાંબા સમય સુધી ઉભા રહેવું
નસો પર વધારે દબાણ પડવું
વેરિકોઝ વેન્સના લક્ષણ
એક્સપર્ટ્સ અનુસાર વેરિકોઝ નસો કોઈને પણ જોવા મળી શકે છે અને આ ખૂહ જ સામાન્ય વાત છે. વેરિકોઝ વેન્સ લગભગ એક ત્રૃત્યાંસ યુવાનોમાં જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..