ડભોઇ તાલુકાના સિંધિયાપુરા ગામે ગુરુવારની રાત્રે હિંદુ જાગરણ મંચના કાર્યકરો અને સિંધિયાપુરાના ગ્રામજનો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મળેલ બાતમીના આધારે ગૌરક્ષકો ગાયો અને મૂંગા પશુધનને કતલખાને લઇ જતી આઇસર ગાડીને અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સિંધિયાપુરા ગામમાં આ હિંદુ જાગરણ મંચના કાર્યકરો પર સ્થાનિક લોકોએ લાકડીઓ ધારીયા જેવા મારક હથિયારો અને પથ્થરમારા સાથે હુમલો કરતાં પાંચ જેટલા ગૌરક્ષકોને ઇજા થઇ હતી. તેઓને ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાને લઇ સમગ્ર સિંધિયાપુરા ગામ પોલીસ છાવણીમાં બદલાઇ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત માહિતી મુજબ હિંદુ જાગરણ મંચના કાર્યકરોને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો ગાયોને ભરીને કતલખાને લઇ જઇ રહ્યો છે. આ માહિતી મળતાં તેઓ ડભોઇ સવિતાનગર સોસાયટી પાસે આવેલી ફાટક પર વોચ કરી રહ્યા હતા. એ અરસામાં બાતમી મુજબનો ટેમ્પો ત્યાંથી પુરઝડપે પસાર થતાં ટેમ્પોમાં ગાયો અને પશુધન હોઇ તેને બચાવવા માટે કાર્યકરોએ બાઈક લઈને પીછો કર્યો હતો. આઇસર ટેમ્પોની પાછળ એક મારુતિ વાન પાયલોટિંગ કરી રહી હતી.
જેથી બાઈક લઈને પીછો કરતાં કાર્યકરો આગળ ધસી ટેમ્પો ઝડપી ના પાડે તે હેતુથી વાન આમતેમ ચલાવી ચલાવી ગૌરક્ષકોની બાઇકોમાં આડ ઊભી કરી હતી. જેનો ફાયદો ઉઠાવી આઇસર ટેમ્પો વઢવાણા થઈ પણસોલી થઈ સિંધિયાપુરા પહોંચ્યો હતો. ત્યાં પીછો કરીને ગૌરક્ષકો પણ પાછળ પહોંચ્યા તો બીજી બાજુ પણસોલી નજીક સંખેડા તરફથી અને અન્ય ગામોથી આવી પહોંચેલા ગૌરક્ષકો પણ ત્યાં હાજર હતા. જે તમામ એકસાથે સિંધિયાપુરા ગામમાં પ્રવેશ લેતાંની સાથે જ ગ્રામજનો પહેલેથી જ હાથમાં ધારિયા લાકડી પાઈપો લઈને ઊભા હતા અને ટોળામાંથી એકબીજાને એવું કહેતા હતા કે આ ગૌરક્ષકોને આજે સબક શીખવાડવા પડશે. અને ઉશ્કેરણી કરી હિંદુ જાગરણ મંચના કાર્યકરો ઉપર તૂટી પડ્યા હતા.
જેમાં પાંચ જેટલા કાર્યકરોને નાની મોટી ઇજા થઇ હતી. જેમાં એકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંગે પોલીસે ઇજાગ્રસ્ત ભટ્ટ દેવ નિમેષકુમાર રહે. સોની ફળિયા સંખેડાની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં વધુ જણાવ્યાનુસાર સિંધિયાપુરા ગામ આરીફ સિંધી, હનીફ ગુલાબભાઈ સિંધી, ફારૂક દાદુભાઇ સિંધી, અમીમ રફિકભાઈ સિંધી, તમામ રહે. સિંધિયાપુરા તથા અન્ય લોકોએ અમારા પર હુમલો કર્યો હતો તેમજ અમારી ઇકો ગાડી તેમજ 5 થી 6 બાઇકોનો કચ્ચરઘાણ કરી નાખ્યો છે.
આ બાબતની જાણ પોલીસને થતાં જ પોલીસ સત્વરે ઘટના સ્થળે પહોંચતાં તમામ લોકો પાછા વળ્યા હતા. તેમજ હથિયારો ઉછાળતા ઉછાળતા બૂમો પાડતા જતા હતા. પોલીસે એકવાર તો મામલો થાળે પાડી દીધો હતો.મોડી રાતના ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા તથા જિલ્લાની તમામ પોલીસ સિંધિયાપુરા ગામે પહોંચી હતી જેને લઇ સિંધિયાપુરા ગામ અને તે તરફ જવાના રસ્તાઓ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હતા. મોડી રાત્રે જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર ઘટના સ્થળે કોમ્બિંગ કરી 7 ઇસમોની અટકાયત કરી લીધી હતી.
હુમલાખોરોના હાથમાં વિવિધ હથિયારો હતા
ફરિયાદ અનુસાર આરીફ સિંધી, હનીફ ગુલામ સિંધી, હાસીમ રફીક સિંધી, અલતાફ મયુ સિંધીના હાથમાં લાકડીઓ હતી. જ્યારે ફારૂક દાદુ સિંધી, શબ્બીર મહેબૂબ સિંધીના હાથમાં ધારિયુ હતું. એટલું જ નહીં ફરિયાદીએ આમીન અકબર સિંધી અને ઈરફાન દાઉદ સિંધીને હુમલા ટાણે જ ઓળખી નાખ્યા હતા. આમ કોના હાથમા શું હતું એ પણ ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું હતું.
આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવી
આવા અસામાજિક તત્વોને પાસા થવા જોઈએ. ગીતા, ગાય અને ગાયત્રી એ હિન્દુ ધર્મના સૌથી મોટા આસ્થાના વિષયો છે. તેની સામે થતી આવી ઘટનાઓ કદાપિ સાંખી લેવામાં નહિ આવે. ગાયની તસ્કરી કરી કતલખાને લઈ જતા આવા તત્વો સામે સખતમાં સખત કાર્યવાહી કરી પાસા થવા જોઈએ. જે બાબતે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે. – શૈલેશ મહેતા, ધારાસભ્ય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..