વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં રક્તદાન હૃદયરોગનું જોખમ ઘટાડી હૃદયને નવું જોમ આપતું હોવાનું તારણ

તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું ફલિત થયું છે કે , રક્તદાન કરનારા શિફ્ટ વર્કર્સ હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે . ઓસ્ટ્રીયામાં તાજેતરમાં થયેલા સંશોધનમાં આ બાબત સામે આવી હતી. ઓસ્ટ્રીયન સંશોધકો અભ્યાસને અંતે એવા નિર્ણય પર આવ્યા હતા. સામાન્ય રીતે શીફટમાં કામ કરનારા કર્મચારીઓના લોહીમાં રહેલા રક્તકણો પર લોહીમાં જ પેદા થતા પ્રવાહી કચરા ( ક્લોટ ) ની વિપરીત અસર પડતી હોય છે તેના કારણે કોષોને પ્રાણવાયુ પહોંચાડવાના કાર્યમાં પણ નવા અને યુવાન રક્તકણો તે ખલેલ પહોંચે છે.

તેનો ઉપાય છે લાહીમાં ભડતા નવા અને યુવાન રક્તકણો માટે લોહીના જૂના રક્તકણોનો નિકાલ ફરજિયાત જેવો બને છે. જે શરીર પોતાની રીતે કરતું જ હોય છે પણ તે પ્રક્રિયા ધીમી હોય છે. જ્યારે રક્તદાનમાં તે પ્રક્રિયા ખૂબ ઝડપી હોય છે .

રક્તદાનથી જૂના રક્તકણોની જગ્યાએ પેદા થતાં નવાં રક્તકણો હૃદયને મદદરૂપ થાય છે ..

ઓસ્ટ્રીયાની ઈન્બુક યુનિવર્સિટીના ડો. માર્ગેટ એગના વડપણ હેઠળની ટીમે કરેલા સંશોધનમાં આ બાબતની જાણકારી પ્રાપ્ત થઈ છે . આ સંશોધક દળ ઝેબ્રાફીશ ( ચટાપટાવાળી માછલી ) પર કામ કરી રહ્યા હતા તેનું રૂધિરાભિસરણ તંત્ર માનવીને મળતું હોય છે . તેને સાત કલાક અને ૨૧ કલાક તરતી રખાઈ એટલે કે શિફ્ટમાં કામ કરતા કામદારો પ્રકારનું વર્તન તેની પાસે કરાવડાવવામાં આવ્યું હતું. પરિણામે તેના લોહીમાં ઉમર લાયક બ્લડ સેલ્સનું પ્રમાણ ઉંચુ ગયું હતું પણ તે લોહીમાં પરિવર્તન કરાતા એટલે કે જૂનું લોહી કાઢી લેતા નવું લોહી બને તેમાં તાજા રક્તકણો હૃદયને નવી શકિત અર્પે છે અને હૃદયરોગનું પ્રમાણ ઘટે છે તેવું સિદ્ધ થયુ હતું અને આ નવારક્તકણો હૃદયને વધુ જોમ સાથે તાજો પ્રાણવાયુ શરીરમાં વહન કરતા જણાયા હતા .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો