ભાજપે ગુજરાતમાં એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રીથી લઈને સમગ્ર મંત્રી મંડળમાં પરિવર્તન કરીને ભાજપના નવા નેતૃત્વને આગળ કરવાની રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી બાદ મંત્રી મંડળમાં તમામ જૂના જોગીઓના પત્તા કટ થઈ જવાના કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ ઉભો થયો હતો. આમ છતાં ભાજપે નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભાજપે નો રિપિટ થિયરી અપનાવતા રાજય કક્ષાના આરોગ્ય મંત્રી તરીકે હોદ્દો છોડનાર પાટીદાર નેતા કુમાર કાનાણીએ ઘટસ્ફોટ કર્યો હતો કે, સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. 2022માં વરાછા બેઠક જીતવી ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. જો પક્ષની સાથે કોઈ સારો ઉમેદવાર હશે, તો જ મેળ પડશે. લોકો વચ્ચે રહુ છું, એટલે મને સાચી વાતની ખબર છે. જો કે આજે સુરત આવેલા નવ નિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કાનાણીના નિવેદન પર પલટવાર કર્યો હતો.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં સત્તા મેળવવા માટે જો કોઈ સપના જોતું હોય, તો ના જુએ. 2022ની ચૂંટણીમાં ફરીથી ગુજરાતમાં ભાજપ જ જીતવાનું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, શિક્ષણ મંત્રી તરીકે હું શિક્ષણનું સ્તર ઊંચુ લાવવાનો પ્રયત્ન કરીશ. આ સિવાય તેમણે જણાવ્યું કે, ભાજપને તમામ જ્ઞાતિઓનો ટેકો છે, એટલે જ તે 25 વર્ષથી સત્તામાં છે.
જણાવી દઈએ કે, 4 વર્ષ સુધી રાજય કક્ષાના આરોગ્ય મંત્રી રહેલા કુમાર કાનાણી ભાજપની ‘નો રિપિટ થિયરી’ના કારણે નવા મંત્રી મંડળમાંથી પડતા મૂકાયા છે. 2012 અને 2017માં વરાછા બેઠક પર કાંટાની ટકકર આપી જીત મેળવનાર કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, 2012માં વરાછા બેઠક જીતવી અઘરી હતી. 2017માં પાટીદાર આંદોલનને કારણે વરાછા બેઠક જીતવી ભાજપ માટે મોટો પડકાર હતો. આ વખતે ‘આપ’ને કારણે 2022માં વરાછા બેઠક જીતવી ખુબ અઘરુ છે. ફકત સુરત જ નહી સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ બગડયુ છે. ફકત પક્ષને કારણે જીત મેળવવી શકય નથી. પક્ષની સાથે સારા ઉમેદવાર હશે, ત્યાં જીત મેળવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..