ટીવી ચેનલની ડિબેટમાં ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ અલ્પેશ કથિરીયાને આંદોલનકારી ગલુડિયું કહેતા વિવાદ, પાટીલે ખખડાવ્યા

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય લોબીમાં એક જ ચર્ચા છે કે, નરેશ પટેલની એન્ટ્રી ક્યા પક્ષથી રાજકારણમાં થશે? પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. શુક્રવારે સાંજે એક ટીવી ચેનલની ડિબેટમાં ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાને આંદલોનકારી ગલુડિયું કહેતા વિવાદ થયો છે. આ વાતને લઈને અલ્પેશ કથિરીયા અને યજ્ઞેશ દવે વચ્ચે જામી પડી હતી.

આખી વાત જાતિ પર આવી જતા કથિરીયાએ દવેને ટોંક્યા હતા. રાજકારણની વાતમાં સમાજને વચ્ચે ન લાવો તો સારૂ. જે વાતને લઈને યજ્ઞેશભાઈ ગુસ્સે થઈ ગયા હતા. ગાંધીનગર આવો ઔકાત બતાવી દઉં એવું કહેતા મામલો ગરમાયો હતો. આ પછી યજ્ઞેશ દવેએ જે ટ્વિટ કર્યું તે મામલાના પડઘા પડ્યા છે. જેની રાજકીય અસર થાય એવી શક્યતાઓ છે. ટ્વીટમાં લખ્યું હતું કે ડફેરની પૂંછડી ઝાલીને તૈયાર થયેલું અને નાતમાં કોઈ પૂછે નહીં એ પોતાની જાતને સમાજનો ભા માનતું આંદોલનકારી ગલુડિયું બીજાને ઓકાત બતાવવા નીકળ્યું છે. આ ટ્વીટમાં યજ્ઞેશ દવેએ હાર્દિક પટેલને ડફેર અને અલ્પેશ કથેરિયાને ગલુડિયા કહીને વિવાદ છેડ્યો છે. જેના પર ભારે ચર્ચા થઈ હતી. આ વાતને લઈને પટેલ સમાજમાં પણ નારાજગી વ્યક્ત થઈ રહી છે.

આવી અભદ્ર ભાષાપ્રયોગથી યજ્ઞેશ દવેને ભાજપના પાટીદારો તથા પાટીદાર સમાજમાંથી નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જોકે, કેટલાક પાટીદાર આગેવાનોએ નારાજગી વ્યક્ત પણ કરી દીધી છે. અલ્પેશ કથિરીયાના સમર્થક હોય એવા ઘણા લોકો ભાજપના સભ્યો છે. આ સિવાય ઘણો મોટો વર્ગ જે પટેલ સમાજમાંથી છે એ અલ્પેશના સમર્થકો છે. પછી આ વાત છેક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી પહોંચી ગઈ હતી. પ્રદેશ પ્રમુખ પાટીલે યજ્ઞેશ દવેને ખખડાવી નાંખ્યા હતા. પછી ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

યજ્ઞેશ દવે પોતાને બ્રાહ્મણવાદ ગણાવીને જાતિવાદ ઉભો કરી પાટીદારો સામે પડવાની વાતને લઈને ભાજપમાં જ નહીં રાજકીય લોબીમાં ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે, ભાજપ માટે હાલ સ્થિતિ સ્થિરતાને જાળવી રાખવા માટે કપરી બની રહી છે. કારણ એક એક બાજું પાટીદાર નેતા પટેલ સામે આદોલન વખતે થયેલા કેસને પાછા ખેંચવાની વાત કરે છે. બીજી તરફ ભાજપના પ્રવક્તા આ રીતે બાફી મારે છે. હાલ તો દરેક મુદ્દો અસર કરતા હોવાની વાત સાથે પક્ષને નુકસાન થાય એવું કોઈ રીતે નેતાઓ ઈચ્છતા નથી. એવામાં આ ડખો ઉભો થતા સબ સહીસલામત અંગેની માત્ર વાતો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો