વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી-મારામારી, ‘ભાજપ સત્તાધારી પાર્ટી છે RTOમાં કામ નહીં કરવા દઉં’

ઇસનપુરમાં ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વિડીયો બહાર આવતા ભાજપની છબી ખરાડાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી અને મારામારી સામે આવી છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકે મારામારી કરી અને ભાજપ સત્તાધારી પાર્ટી છે અમારી સરકાર છે RTOમાં કામ નહીં કરવા દઉં કહી અને મારામારી કરી હતી. રાણીપ પોલીસે આ મામલે પ્રિયાક અમરીશ પટેલ સામે મારામારી અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે.

પ્રિયાંકે ગુસ્સે થઈ જાતિ વિષયક શબ્દો બોલી અને મારામારી કરી

સરસપુરમાં રહેતા અને 30 વર્ષથી આરટીઓ કચેરીમાં વાહનોમાં રેડિયમ પટ્ટા લગાવવાનું કામ કરતા જગદીશભાઈ પરમારને ત્યાં બે દિવસ પહેલા એક ગાડી રીપાસિંગમાં હોવાથી રેડિયમ પટ્ટા લગાવવા આવી હતી. જો કે ગાડીમાં બમ્પરનું કામ હોવાથી ચાલકે શનિવારે બપોરે આવીશ તેમ કહ્યુ હતું. વાહનચાલક બપોરે આવતા જગદીશભાઈએ કારીગરને ગાડીમાં રેડિયમ પટ્ટા લગાવવા કહ્યું હતું. ગાડી પાસે જતા પ્રિયાંક અમરીશ પટેલ ગાડીમાં પટ્ટા લગાવતો હતો. જગદીશભાઈએ પ્રિયાંકને કહ્યું હતું કે બેટા આ ગાડીમાં પટ્ટા બાબતે મારે ભાવ નક્કી થઈ ગયો છે. ત્યારે પ્રિયાંકે ગુસ્સે થઈ હલકટ મને એજન્ટે ફોન કર્યો છે અને લગાવું છું. તેમ કહી જાતિ વિષયક શબ્દો અને મારામારી શરૂ કરી હતી.

જગદીશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મારા પિતા EX MLA છે. હું તમને કામ નહીં કરવા દઉં. 20 દિવસ પહેલા પણ ધમકી આપી હતી. હાલમાં અમારી સત્તાધારી ભાજપની સરકાર છે. તમને RTOમાં કામ નહીં કરવા દઉં તેમ કહી ધમકી આપી જતો રહ્યો હતો. જગદીશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાણીપ પોલીસે ગુનો નોંધતા એસીપી ડી.એસ. પટેલે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો