રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. જાણે આરોપીના મનમાં પોલીસ કે, પછી કાયદાનો કોઇ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીલીમોરાના ભાજપના જ શાસક પક્ષના નેતા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નગરપાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા જ્યારે પોતાના કામથી રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ આ ઈસમો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટના રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બીલીમોરા નગરપાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા હરીશ ઓડ ગણદેવી ચાર રસ્તા પાસે પોતાના કામ અર્થે પસાર થતા હતા. તે સમયે એક વ્યક્તિએ હરીશ ઓડના પાછળથી આવીને હુમલો કર્યો હતો. ત્યારબાદ હરીશ ઓડ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ સામેથી આવી રહેલી કારમાંથી ચારથી પાંચ જેટલા ઈસમોએ ધોકા અને લાકડી જેવા હથિયારો લઇને નીચે ઉતર્યા હતા અને હરીશ ઓડ પર હુમલો કરી દીધો હતો. ભાજપના નેતા હરીશ ઓડ પર હુમલો કર્યા બાદ ઘટના આ ઈસમો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા.
બીજી તરફ આ ઘટનાના પગલે લોકોએ ભાજપના નેતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મહત્વની વાત છે કે, ભાજપના નેતા પર હુમલો થયો હોવાની ઘટના રસ્તા નજીક લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેથી પોલીસ દ્વારા હવે CCTV કેમેરાના ફૂટેજ કબજે લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાજપના નેતા હરીશ ઓડ પર થયેલો આ હુમલો તેની જૂની અને અંગત અદાવતના કારણે થયો હોય એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે.
મહત્વની વાત છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, હત્યા, મારામારી અને લૂંટ જેવા કિસ્સાઓ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં શાસક પક્ષ કહેવાતા એવા ભાજપના નેતાઓ સુરક્ષિત ન રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, બીલીમોરામાં જાહેરમાં જ ભાજપના નેતા પર હુમલો થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઘણા સવાલો ઊઠે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ દ્વારા હુમલાખોરોની કેટલા દિવસમાં અટકાયત કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..