અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં લાંબા સમયથી ચાલતા મોટા પાયે ભ્રષ્ટાચાર ગેરરીતિ માટે જવાબદાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે પોષણ અભિયાનનાં નામે ગુજરાતનાં બાળકો અને મહિલાઓને લાભ થવાને બદલે ભાજપ સરકારનાં મળતીયાઓ-કાળા બજારીયાઓ કરોડો રૂપિયા બરોબર સગેવગે કરી લૂંટ ચલાવી રહ્યા છે. કોરોના મહામારીમાં આર્થિક સંકડામણને લીધે મજબૂર બનેલા લાખો પરિવારને મળવા પાત્ર અન્ન વિતરણમાં અનેક ગેરરીતિઓ થઈ રહી છે.
ગુજરાતનાં 52 લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યાં છે છેલ્લા ચાર મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ, ગરીબ–સામાન્ય–મધ્યમવર્ગના 70,81,174 કાર્ડ ધારકો તુવેરદાળથી મેળવવાથી વંચિત છે સાથોસાથ ગુજરાતમાં 46 ટકા બાળકો અને 55 ટકા મહિલાઓ કુપોષણનો ભોગ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગરીબોનાં હકનું અનાજ તેમના મોંમા અન્નનાં કોળિયાને બદલે અણઘડ, ભ્રષ્ટાચારી વહીવટને લીધે ગુજરાતનાં સરકારી ગોડાઉનમાં પાંચ વર્ષમાં જ 8.72 લાખ કિલો અનાજ સડી ગયું. વર્ષ 2019-20માં 694 ટન અને 2020-21માં 34 ટન અનાજ સડી ગયું છે. કોરોના મહામારીમાં લોકડાઉન પછી અનેક શ્રમિક-વંચિત પરિવારને ખાવાના ફાંફા પડ્યા હોવાનો હંગર વોચ સર્વેમાં ખુલ્લું થયું છે. ગુજરાતમાં 21 ટકા લોકોને ભૂખ્યા સૂવું પડે છે. કારણકે ઘરમાં અન્નનો દાણો નથી હોતો.
અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ તુવેરદાળ ખરીદીમાં મોટા પાયે વિસંગતતા – અનિયમિતતાને પગલે સામાન્ય-ગરીબ પરિવારો ખાનગી દુકાનોમાંથી દાળની ખરીદી કરવા મજબૂર બન્યા છે. તુવેરદાળના ગુજરાતમાં અનેક ઉત્પાદકો હોવા છતાં કોટા તુવેર દાળ મિલોથી ઉંચા ભાવે ખરીદી કરતું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની તુવેરદાળ સપ્લાયરો વચ્ચે ગોઠવણથી 180 કરોડ રૂપિયાનું સુનિયોજિત કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે બજારમાં રૂ. 60 થી 62 માં મળતી તુવેરદાળ રૂ. 95 ના ઉંચા ભાવે ખરીદી પાછળ કોણ જવાબદાર છે? તેનો જવાબ ભાજપ સરકાર આપે. રૂ. 61, રૂ. 64, રૂ. 71 ની તુવેરદાળના વિતરણ માટે અલગ – અલગ ભાવનો ખુદ અન્ન – નાગરિક પુરવઠા વિભાગ સ્વીકાર કર્યો છે સાથોસાથ તુવેરદાળનું ઉત્પાદન નથી કરતી તેવી કંપનીને વિશેષ આશીર્વાદથી પુરવઠા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..