મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસ તેમના સારા કામને લીધે અનેક વખત ચર્ચામાં આવતી રહેતી હોય છે. 13 જુલાઈએ મુંબઈ પોલીસે કરેલ ટ્વીટના ચારેબાજુથી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. મુંબઈમાં ખાર પોલીસ એક 77 વર્ષનાં દાદીનો જન્મદિવસ ઊજવવા માટે અચાનક તેમના ઘરે પહોંચી ગઈ હતી.
77 વર્ષીય કુમુદ જોશી છેલ્લા ઘણા સમયથી મુંબઈના ખાર વિસ્તારમાં એકલા રહે છે. ખાર પોલીસના અધિકારીઓએ તેમના ઘરે જઈને જન્મદિવસ ઊજવવાનું નક્કી કર્યું. પોલીસને અચાનક ઘરે આવેલી જોઈને કુમુદબેન ગભરાઈ ગયા હતા, પણ જ્યારે તેમને ખબર પડી કે પોલીસ તેમના ઘરે તેમનો જન્મદિવસ ઊજવવા આવી છે તો તેમનો તો ખુશીનો પાર ન રહ્યો.
77 year old Kumud Joshi ji lives alone in Khar but officials of Khar police station make sure she’s never lonely! We tried to make her birthday special, you can send in your wishes too with #HBDKumudJi and we will make sure each wish reaches her pic.twitter.com/8kIMzEqO6G
— Mumbai Police (@MumbaiPolice) July 13, 2019
મુંબઈ પોલીસે ખાર પોલીસના અધિકારીઓ કુમુદ જોશી સાથેના બર્થડે સેલિબ્રેશનના ફોટા ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, અમે તેમનો જન્મદિવસ સ્પેશિયલ બનાવવા પૂરતા અનેક પ્રયત્નો કર્યા. તમે પણ તેમને શુભેચ્છા આપી શકો છો.
આ કામ કરીને મુંબઈની ખાર પોલીસે કુમુદ જોશીને બતાવી દીધું કે, તેઓ ક્યારેય જીવનમાં એકલાપણું અનુભવે નહીં. મુંબઈ પોલીસ તેમની મદદે ખડેપગે ઊભી છે.
Thank you everyone, for all your best wishes for Kumud Ji. As promised we have hand delivered your wishes & a teary eyes Kumud ji said , “तुमच्या सर्वांचे आभार, ही माझ्या जीवनातील सर्वात अमूल्य भेट आहे” (thank you all, this is the most precious gift of my life) #HBDKumudJi pic.twitter.com/GnQEv1IlGK
— Mumbai Police (@MumbaiPolice) July 14, 2019
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો..