ગુજરાતના સુરતમાં રવિવારે ધામધૂમથી લોકો રસ્તા પર નીકળ્યા હતા. અને બેન્ડબાજાવાળાની સાથે લોકો નાચતા-ગાતા એક ઘર સુધી પહોંચ્યા. આ ઘરને પણ ફુલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. આ કોઇ વરરાજાની જાન નહોંતી પરંતુ બે દિકરીઓના જન્મને લઇને તેના પિતાએ આ ગોઠવણ કરી હતી જેમાં બે નવજાત દીકરીઓ અને તેની માતા બગીમાં બેઠા હતા. અને તેઓ વાજતે ગાજતે ઘરે ગયા હતા.
બેન્ડબાજા સાથે નાચ્યા મહેમાન
ટ્રાવેલ કંપની ચલાવનારા આશિષ જૈનની પત્ની પ્રિયમે બે દિકરીઓને જન્મ આપ્યો હતો. બાળકીઓ સાથે પ્રિયમ બંન્ને બાળકીઓ સાથે પોતાના ઘરે પહોંચી. રવિવારે બાળકીઓને ઘરે લાવતા પહેલા તેમણે પોતાના ઘરને લગ્ન માફક શણગાર્યુ હતું. આ આયોજનમાં સંબંધીઓ અને મહેમાનોને બોલાવવામાં આવ્યા હતાં. બાળકીઓને હોસ્પિટલથી પોતાના ઘરે શણગારેલી બગ્ગી ગાડીઓમાં ઘર સુધી લાવવામાં આવી. આ દરમિયાન બેન્ડબાજાના સોંગ પર મહેમાનો નાચતા નજર આવ્યા હતાં.
દીકરીઓ માટે લાવ્યા ACવાળી બગી
આશિષે કહ્યું કે, આ માફક દીકરીઓને ઘર લાવવા માટે તેમનો હેતુ હતો કે, સમાજને એવો સંદેશો આપી શકે કે દીકરી અને દીકરો એકસમાન છે. બાળકીઓને કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે ACવાળી બગીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘરમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સમગ્ર સંબંધીઓ અને મહેમાનો મન મૂકીને નાચ્યા હતાં.
1.5 લાખ રૂપિયા ઉજવણીમાં કર્યા ખર્ચ
આશીષે જણાવ્યું કે, તેમને બે બાળકીઓ મળી ગઇ છે. હવે તેમને વધુ બાળકની ઇચ્છા નથી. તેમણે કહ્યું કે, કદાચ ઘરે દીકરાનો જન્મ થયો હોત તો પણ તેમને આટલો આનંદ ન થાત. જેટલો બે દિકરીઓના પિતા બનવા પર થઇ છે. તેમણે દીકરીઓના જન્મની ઉજવણીમાં લગભગ 1.5 લાખ રૂપિયા ખર્ચ કર્યા. તમામ મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આશીષે કહ્યું કે, તેઓ એટલા ખુશ છે કે, તેઓ પોતાની ભાવનાને શબ્દોમાં જાહેર કરી શક્તા નથી.
‘દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવમાં માનતા નથી’
પ્રિયમે કહ્યું કે, ‘અમે ખુશ છીએ અને અમે અમારી દીકરીઓની જન્મની ઉજવણી આવી જ રીતે કરવા માગતા હતા’. જૈન પરિવારે ખુશીમાં 200 લોકોનું જમણવાર રાખ્યું હતું સાથે જ કેક કટ પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનથી પ્રેરિત થયેલા આશિષ જૈને કહ્યું કે, ‘હું દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવમાં માનતો નથી અને એટલે જ દીકરીઓના જન્મની ઉજવણી કરી આ મેસેજ હું સમાજ સુધી પહોંચાડવા માગતો હતો’.”,
Read Also..
- જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાને ગર્વનરના હસ્તે અહિંસા એવોર્ડ એનાયત
- જન્મથી બ્લાઇન્ડ આ મુસ્લિમ સાયન્ટિસ્ટ શહીદોના પરિવારને આપવા માંગે છે 110 કરોડ રૂપિયા
- પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત