ભગવાન શંકરને ખુશ કરવા શિવભક્તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. ત્રણ પાંદડાં ધરાવતું ત્રિદલપત્ર ભગવાન શિવના ત્રિનેત્ર તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. સંસ્કૃતમાં બિલ્વપત્ર તરીકે ઓળખાતા આ પાનનો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઘણું જ મહત્વ છે. આ સાથે આયુર્વેદમાં પણ બીલી પત્ર અને બીલીનાં અનેક ઉપયોગોનો ઉલ્લેખ થયો છે. આવા થોડા ઉપયોગ આજે આપણે જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બિલીપત્રનો ઉપયોગ
બીલીના પાનના નિયમિત સેવનથી વધુ પડતા વાત અને કફને કારણે થતા રોગોની તીવ્રતા ઘટે છે.
ડાયાબિટીઝના દરદીઓને યુરિનમાં પણ શુગર જતી હોય તેમના માટે પણ એ ગુણકારી મનાયા છે. દરરોજ એક-બે કૂમળાં પાન ચાવી જવામાં આવે અથવા તો ફ્રેશ જૂસ કાઢીને પીવામાં આવે તો ફાયદો થાય છે.
રોજ સવારે એક કપ જેટલો રસ બે-ત્રણ મહિના સુધી પીવાનું રાખવું. બીલીના પાન પરસેવો લાવે છે એટલે જો તાવ દરમ્યાન લેવામાં આવે તો પરસેવો વળીને શરીરનું ટેમ્પરેચર નીચું આવે છે.
વાતાવરણ બદલાવવા દરમ્યાન આવતા તાવ અને ફ્લુમાં બીલીનાં પાન લેવાથી ફાયદો થાય છે.
તાજા પાનના રસમાં ચપટીક કાળાં મરીનું ચૂર્ણ નાખીને સવાર-સાંજ દસ મિલિલિટર જેટલો લેવામાં આવે તો કમળાના તાવ, ઊલટી અને પેટમાં ચૂંકમાં ફરક પડે છે.
નાના બાળકોને જો ઝાડા કે કફ થયો હોય તો તેમને પાંદડાંનો અર્ક આપવાથી ફાયદો થાય છે.
પાંદડાં વાટીને એની પેસ્ટની પટ્ટી આંખ પર લગાવવાથી કન્જક્ટિવાઇટિસની બળતરા અને લાલાશ ઓછી થાય છે.
પડવાથી કે વાગવાથી શરીરનાં અંગ પર સોજો આવ્યો હોય તો તેની ઉપર પણ બીલીનાં પાન લસોટીને કે તેની પેસ્ટ લગાવવાથી ફાયદો થાય છે.
બીલીનું ફળ એટલે કે બીલાના પ્રયોગ
બીલુ ખાવાથી કબજિયાત દૂર થાય છે.
કાચા ફળની અંદરનો ગર વાટીને શૂળ પર આપવાથી ઉત્તમ ફાયદો થાય છે.
પાકા ફળનો ગર્ભ આમલીના રસમાં મેળવીને આપવાથી ઠંડક થાય છે.
અર્જીણ થયું હોય ત્યારે પાકા ફળના ગરનું શરબત બનાવીને રોજ સવારે લેવાથી પાચન સુધરે છે.
પેટમાં વાયુને કારણે ગડગડાટી થયા કરતી હોય તો બીલાનું ફળ અને ગોળ સાથે ખાવાથી વાયુ નીકળી જાય છે.
મોંમા પડેલા છાલા દૂર કરવા માટે બીલુના ગરને પાણીમાં ઉકાળીને પાણી ગાળી લેવું. આ પાણીથી દિવસમાં બે ત્રણવાર કોગળા કરવાથી ફાયદો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends.