ગરમીની (Summer) ઋતુ આવવાને બસ હવે થોડાક દિવસની વાર છે. ગરમી આવતાની સાથે તમે ઠંડા પીણા વધારે પ્રમાણમાં પીઓ છો. જો તમે અન્ય ઠંડા પીણાની જગ્યાએ દેશી શરબતનું સેવન કરશો, તો તે તમને ઠંડકની સાથે સ્વાસ્થ્ય (Health Benefits) લાભ પણ પ્રદાન કરશે. બિલીના (Bili tree) ઝાડ પર ઉગતા બીલાના (bael juice) શરબતથી અનેક ફાયદા થાય છે. જોકે કેટલાક લોકોએ અમુક કારણોસર તેનું સેવન ન કરવું જોઈએ. અહીં જાણીએ બીલા શરબતના ફાયદા (Advantages) અને નુકસાન (Disadvantages).
બીલાનું શરબત પીવાથી શરીરને બીટા કેરોટીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન સી, વિટામિન બી અને બી ટુ, થાયમિન, નિયાસિન, કેરોટિન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વ મળે છે. આ ઉપરાંત આ શરબત પીવાથી કબજિયાતથી રાહત મળે છે તથા ઝાડાને નિયંત્રિત કરે છે. શરીરમાં લોહીની વૃદ્ધિ કરે છે તથા પેટના દુખાવાથી આરામ આપે છે. આ શરબત પેટને ઠંડક પ્રદાન કરે છે, આ શરબત પીવાથી કબજીયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. તેમજ આ શરબત ભોજનનું પાચન કરવામાં સહાય કરે છે. ઉલ્લેખનીય છે કે તેનાથી કોઈ આડઅસર પણ નથી થતી.
બીલાનું શરબત શરીરમાંથી વિષાક્ત પદાર્થો દૂર કરીને તેને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. આ ફળ ખરાબ નથી થતું. તેનો અનેક દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. જે લોકો બીલાનું શરબત પસંદ નથી કરતા, તેઓ તેના પાવડરનું પણ સેવન કરી શકે છે. જે શરીર માટે શરબત કરતાં વધુ ફાયદાકારક છે. એટલું જ નહીં પરંતુ તેને ટાલ પર લગાવવાથી ખંજવાળ તથા ડેંડ્રફથી રાહત મળે છે તથા વાળને પોષણ પણ મળે છે.
કેવી રીતે બનાવવું બીલાનું શરબત –
બીલાનું શરબત ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે, જે માટે મિડીયમ સાઈઝનું બીલુ લો. તેમાંથી બીજ દૂર કરી દો.અને તેને તેને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લો. એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં ખાંડ ઓગાળી લો. (સ્વાદ અનુસાર ખાંડ ઓછી અથવા વધારે નાંખી શકો છો, ધ્યાન રહે કે બીલાની પોતાની મીઠાસ પણ હોય છે.) ખાંડવાળા પાણીમાં એક ગ્લાસ શરબત માટે બે ચમચી બીલીનું મિશ્રણ ભેળવો. જેમાં થોડું સંચળ અને લીંબુ ભેળવીને આ મિશ્રણને મિક્સરમાં મિક્સ કરો, બીલાનું શરબત તૈયાર છે.
બેલના શરબતનું સેવન કરવાથી આ લોકોને નુકશાન થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીએ બીલીના શરબતનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા રહે છે, તેમણે ડોક્ટરની સલાહ અનુસાર શરબતનું સેવન કરવું જોઈએ. જે લોકો કાર્ડિયાક પેશન્ટ છે, તેમણે આ શરબતનું સેવન ન કરવું જોઈએ.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. જેથી અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..