ભાજપના ધારાસભ્યએ નવા બનેલા રસ્તાનું ઉદ્ઘાટન કરવા નારિયેળ ફોડ્યું. તે તો ન ફૂટ્યું પણ રસ્તો તૂટી ગયો

ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં નવા બનેલા રસ્તાના ઉદઘાટન માટે નારિયેળ વધેરતી વખતે જ રસ્તો ધસી પડયો હતો, પણ નારિયેળ ફુટ્યું નહોતું. રસ્તાનું ઉદઘાટન કરવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય સુચિ મૌસમ ચૌધરી ધરણા પર બેસી ગયા હતા અને તંત્રને રસ્તાની ગુણવત્તા તપાસવાની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જાણવા મળેલી વિગત મુજબ ખેડા અઝીઝપુર- કેનાલ ફોલથી ઝાલુ વાયા કેનાલ સુધીનો રસ્તો સિંચાઇ વિભાગ દ્રારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાનું ઉદઘાટન કરવા માટે ભાજપની મહિલા ધારાસભ્ય સુચિ ચૌધરી પહોંચ્યા હતા રસ્તા પર નારિયેળ ફોડયું તો નારિયેળ તો ન ફુટયું , પણ રસ્તો ધસી ગયો હતો. આ વાતથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, લોકોનો રોષ પારખીને ધારાસભ્ય સુચિ ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા.

ઘટનાની જાણ થતા ચીફ ડેવલપમેન્ટ ઓફીસર (CDO)એ તરત પીડબલ્યૂની સેપલિંગ ટીમને ઘટના સ્થળે મોકલી હતી. ટીમે સેંપલ લઇને ધારાસભ્યની હાજરીમાં સીલ માર્યું હતું. ધારાસભ્ય સુચિ ચૌધરીએ આશ્વાસન આપતા લગભગ દોઢ કલાક પછી લોકોએ ધરણાં પુરા કર્યા હતા.

750 મીટર લાંબી સડકના નિર્માણનું ગુરુવારે ભાજપના ધારાસભ્ય સુચી ચૌધરી ઉદઘાટન કરવા પહોંચ્યા હતા, પરંતુ ઉદઘાટન વખતે જ રોડ તુટી પડતા તેમણે તાત્કાલિક તંત્રને તતડાવીને બોલાવ્યા હતા. સુચી ચૌધરીએ કહ્યું હતું કે આ સેંપલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. જો તપાસમાં ગરબડ ખબર પડશે તો સંબધિત અધિકારીઓ અને કોંન્ટ્રાકટર વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ આશ્વાસન મળ્યા પછી લોકોએ ધરણાં સમાપ્ત કર્યા હતા.

આ વાત માત્ર ઉત્તર પ્રદેશ પુરતી મર્યાદિત નથી, પરંતુ આખા દેશમાં રસ્તાના નામ પર ભષ્ટ્રાચારનો મોટો ખેલ થાય છે, પણ કોઇની સામે પગલાં લેવાતા નથી, કારણ કે ઉપરથી નીચે સુધી બધે મીલીભગત જ હોય છે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે ચોમાસાની સિઝનમાં હજુ તો વરસાદની પહેલી ધાર પડતી હોય છે ત્યાં અનેક શહેરોમાં રસ્તા ધોવાઇ જવાના બનાવો બનતા હોય છે. એક સડક નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. રસ્તાઓ તુટી જવાને કારણે લોકોએ ભારે પરેશાનીઓ ભોગવવી પડતી હોય છે, પરતું મગરની ચામડી ધરાવતા અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી હોતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો