ગુજરાતના પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરોની સામૂહિક બદલી તોળાઇ રહી છે જેમાં એસપી થી ડીઆઇજી અને આઇજી રેન્કના ઓફિસરો બદલાય તેવી સંભાવના છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં 30થી વધુ આઇપીએસ ઓફિસરો બદલાશે. આ બદલીઓ રથયાત્રા પછી થવાની હતી પરંતુ રાજકીય ઘટનાક્રમના કારણે તે પાછી ઠેલવામાં આવી હતી પરંતુ હવે ઝડપથી ઓર્ડર થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં બદલાવ થવાનો નિશ્ચિત હશે તેથી હાઇકમાન્ડે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી અટકાવી હતી પરંતુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. તેઓ હાઇકમાન્ડનું માર્ગદર્શન મેળવીને પોલીસના બદલાવ ઝડપથી કરશે.
વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને આ ફેરફારો થાય તેવી સંભાવના છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક પોલીસ અધિકારીઓએ કેબિનેટના મંત્રીઓ સમક્ષ લોબિંગ શરૂ કરી દીધું છે. આ બદલીમાં જિલ્લાના એસપી રેન્ક થી ડીઆઇજી અને આઇજી ઉપરાંત પોલિસ કમિશનરેટરમાં પણ ફેરફાર સંભવ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના 22થી વધુ જિલ્લાના એસપી પણ બદલાય તેવી શક્યતા છે.
પોલીસ ઓફિસરોની બદલીમાં અનેક અટકળો ચાલી રહી છે જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત મહાનગરોના પોલીસ કમિશનરની પણ બદલીઓ થશે. અમદાવાદમાં હવે અજય તોમરની સંભાવના વધી ગઇ છે. અગાઉ વિજય રૂપાણીએ મહાનગરોના પોલીસ કમિશનર પદે જે નામો પસંદ કર્યા હતા તેમાં મોટું પરિવર્તન આવી શકે છે.
આઇપીએસ ઉપરાંત ગુજરાત પોલીસના અધિકારી તેમજ કર્મચારીઓની પણ મોટાપાયે બદલીઓ તોળાઇ રહી છે જેમાં કોન્સ્ટેબલ થી ડીવાયએસપી સુધીના અધિકારીઓ બદલાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..