લેવા પટેલ સમાજના મહોત્સવમાં દાનનો આંકનો પ્રવાહ અવિરત : ભુજમાં હોસ્પિટલ માટે વધુ ૧૦ કરોડનું દાન

ભુજ, : અહીં બે દિવસથી ચાલી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવની સાક્ષીએ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે દાનની ભાગીરથી અવિરત ઊતરી હતી. ગરિમા સત્રમાં મંચ પર તમામ મહિલાઓની પહેલ, સ્મરણિકા વિમોચન, શાળા સ્ટાફ સન્માન અને કાજલ ઓઝા વૈદ્યના વક્તવ્યના કાર્યક્રમો યોજાયા હતા. આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટ, અધ્યક્ષ નરેશ પટેલના હસ્તે કે. કે. પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ થશે. તા. ૩૦/૧૨ના જ્ઞાતિ અધિવેશન સાથે મહોત્સવ પરાકાષ્ઠા ધારણ કરશે.

સંસ્કારયુક્ત શિક્ષણ, સામાજિક ભાવના, સંવેગ સમાયોજન સહિતના વિષયોને આવરતાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ચંદ્રસિંહ જાડેજાએ સમાજની રોયણિક સંસ્થાઓની પીઠ થાબડી દાતાઓનો વિશ્વાસ સાર્થક થયાનું કહ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિએ કચ્છમાં શિક્ષણ ગુણવત્તાની વાત કરી હતી. શિક્ષણ સત્રના અધ્યક્ષ આર. આર. પટેલે છાત્રછાત્રાઓની પ્રગતિથી સંતોષ વ્યક્ત ક્ય હતો, દાતાના સન્માન કરાયા હતા. હોસ્પિટલના રિસેપશન હોલના નામકરણા પેટે વે કરાના લક્ષ્મણભાઈ વાલજી હીરાણી ૧.૫. રતનબેન, હીરજીભાઇ હીરાણી ધ.૫. વનિતાબેન પરિવારે ૭૫ લાખ રૂપિયો નોંધાવ્યા હતા. તો રામપુરના ૩. સમાજશ્રેષ્ઠી રામજી રના વરસાણી ધ.૫. વાલીબેન, દીપક અને પ્રવીરા તરફથી પ૧ લાખ, મિરજાપરના શિવજી લાલજી હીરાણીએ માતા-પિતાની સ્મૃતિમાં ૨૫ લાખનું દાન આપ્યું હતું. તે ઉપરાંત ૨૦, ૧૫, ૧૦,૫,૨ અને એકએક લાખના સંખ્યાબંધ દાનો ‘ જાહેર થયાં હતાં. ગરિમા સત્રના મંચ પર તમામ બહેનો હતા અને સંચાલક, વક્તા મહિલાઓ જ રહ્યા હતા. ભુજ સમાજની આ પહેલને જ્ઞાતિજનોએ વધાવી હતી. કાજલ ઓઝા વૈદ્ય સ્વજ્ઞાતીય લગ્ન, પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતા, માવતરોની આમન્યા વિશે વિચારો રજૂ કર્યા હતા. ગરિમા સત્રનું હાર્દ સંકલન લક્ષ્મીબેન પિંડોરિયા, કાન્તાબેન વેકરિયાએ કર્યું હતું.

શુભારંભ સત્રમાં કન્યા વિદ્યામંદિરના સુવેનિયરનું વિમોચન કરાયું હતું. તંત્રી ગોવિંદ ખોખાણીની રાત-દિવસની મહેનતથી સમાજનું મેગેઝિન ચાલતું હોઇ તેમની ખાસ નોંધ લેવાઈ હતી..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો