આજે નિર્જળા એકાદશી છે. વર્ષભરની બધી જ એકાદશીઓથી વધારે મહત્ત્વ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું છે. જેને નિર્જળા, પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે, આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ એકાદશીને ભીમસેની એકાદશી શા માટે કહેવામાં આવે છેઃ-
બધા જ પાંડવો વર્ષની દરેક અગીયારશનો ઉપવાસ કરતા, ભીમ ભુખ્યો રહી ન શકતો, ભગવાન વેદ વ્યાસે કહ્યુ : ‘જેને નરક પ્રત્યે સહેજ પણ ધૃણા હોય તો તેમણે શુદ અને વદ એમ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું અને માત્ર ફળ-ફળાદિ જ આરોગવા, અન્ન ન ખાવું. ’ આ સાંભળી ભીમ બોલ્યો કે ‘ હે ભગવન્ મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ પ્રજવલિત છે. એ અન્ન વિના તૃપ્ત થતો નથી એટલે એક વર્ષનાં ૨૪ ઉપવાસ કરવા મારા માટે સંભવ નથી. માટે એક જ ઉપવાસથી મને સમસ્ત ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત કરવાનું કહો.’
વ્યાસ ભગવાને જેઠ શુદ ૧૧ નું વ્રત કરવાનું કહ્યું :”હે વાયુ પુત્ર નિજર્ળા એકાદશીનું વ્રત કરવાથી સર્વ તિર્થોમાં સ્નાનનું ફળ, અને સમસ્ત દાન કર્યા પછી મળતા પુણ્યનું ફળ મળે છે. આખા વર્ષની એકાદશી કરવાથી જે ફળ મળે તેટલુંજ ફળ આ એક એકાદશી નિર્જળા કરવાથી મળશે. આ એકાદશી ધન, ધાન્ય, રિઘ્ધિ, સિઘ્ધિ અને સુખ,સંપત્તિ આરોગ્ય અને યુઘ્ધમાં વિજય આપનારી બનશે. આ એકાદશી કરનારને મૃત્યુનો ભય સુઘ્ધા રહેશે નહિ. ’’
આ એકાદશીને નિર્જળા એકાદશી શા માટે કહેવામાં આવે છેઃ-
આ તિથિએ નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે, એટલાં માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. વ્રત કરનાર ભક્તો પાણી પણ પીતા નથી. સવાર-સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજા-પાઠ અને બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન ગ્રહણ કરે છે.
નિર્જળા એકાદશીનું શ્રઘ્ધાપૂર્વક વ્રત કરવાથી મનુષ્ય મોક્ષનો અધિકારી બની ઉચ્ચ કોટીમાં ગતિ કરે છે. વૃક નામનો અગ્નિ ધરાવતા ભીમનું એક નામ વૃકોદર પણ છે. આમ ભીમે કરેલા વ્રતનાં કારણે આ એકાદશી ભીમ અગીયારશ તરીકે પ્રસિઘ્ધ થઇ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..