મોરબીના ભરતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 છાત્રો હાલ ટેબ્લેટ અને સ્માર્ટ બોર્ડમાં ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.2015માં ગામ લોકોના 1.5 લાખ ની આર્થિક સહાયથી 20 ટેબ્લેટ અને 4 સ્માર્ટ બોર્ડ, ઈંગ્લીશ ગ્રામર એપ્લિકેશન,જનરલ નોલેજ,પાઠ્યપુસ્તક,સામાયિક,રેફરન્સ પીડીએફ ફાઈલ,વગેરે દવારા ડીજીટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
મોરબીના ભરતપુર પ્રાથમિક શાળાના 150થી વધુ છાત્રોને સુવિધા
હાલ સમગ્ર ગુજરાત ખાનગી શાળામાં ફી વઘારા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. વાલીઓ એક તરફ ખાનગી હોવાના શાળા દવારા લૂંટ ચલાવતા આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ મોરબીની એક એવી પણ પ્રાથમિક શાળા છે ખાનગી શાળાને પણ ટક્કર મારી રહી છે. 2015માં ગામ લોકોના આર્થિક સહયોગથી શાળાના વિકાસ માટે જરૂરી પગલાં ભર્યા હતા. ગામલોકોએ 2015માં છાત્રોએ ડીઝીટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા રૂ 1.5 લાખના 20 ટેબ્લેટ અને 4 સ્માર્ટ બોર્ડ વસાવ્યા હતા.
26 જાન્યુઆરી 2015માં ડિજિટલ શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટની ગુજરાત સરકાર દવારા નોંધ લેવાઈ હતી. જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત વધુ 100 ટેબ્લેટ અને 4 સ્માર્ટ બોર્ડ ફાળવ્યા હતા.જેનાથી આજે છાત્રો ડિજિટલ શિક્ષણ મેળવી રહયા છે. તો શાળામાં સરકાર દવારા 7 શિક્ષકો ફાળવમાં આવ્યા હતા. તો ગામ લોકોએ પોતાના ખર્ચે પીટીસી,બીએડ કરેલ 2 શિક્ષકો રાખ્યા છે લોકફાળાથી તેમને પગાર ચૂકવી રહ્યા છે.
ખાનગી શાળાના છાત્રો પ્રાથમિક શાળામાં આવ્યા
ભરતનગર પ્રાથમિક શાળાની શિક્ષણ પદ્ધતિથી પ્રભવિત થી ભરતનગર,સાદુળકા,લક્ષમીનગર વગેરે ગામના બાળકો ખાનગી શાળામાંથી ભરતનગર પ્રાથમિક શાળામાં આવ્યા છે. તેમ શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું.
1.08 લાખનો ખર્ચ કરી વિજ્ઞાન મેળો યોજ્યો
પ્રાથમિક શાળામાં દર વર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે.સરકાર આ માટે નજીવી રકમની ગ્રાન્ટ ફાળવતી હોય છે ત્યારે આ શાળાએ ગામલોકોના સહયોગથી 1.08 લાખના ખર્ચે વિજ્ઞાન મેળો યોજાયો હતો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો
– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન
– માત્ર બે રૂપિયામાં આપે છે સ્વાદિષ્ટ ભોજન, ઘરે પહોંચાડે છે ટીફીન
– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…
– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર
– દરેક યાત્રીને ખ્યાલ હોવા જોઈએ રેલવેના આ નિયમ, આવા છે રેલવેના 4 નિયમો
– માથાથી લઈ પગની પાની સુધી હેલ્ધી રાખશે કડવો લીમડો, જાણો તેના 22 પ્રયોગ