વિસનગર: વિસનગરના કાંસા ગામના સરપંચ ભરતભાઇ પટેલે સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા અમલમાં મૂકેલો વિચાર રંગ લાવ્યો છે. અગાઉ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતાં આખા ગામમાંથી માંડ બેથી ત્રણ ટ્રેક્ટર એકત્ર થતો હતો. હવે સાતથી આઠ ટ્રેક્ટર કચરો ભેગો થઇ રહ્યો છે. ટ્રેક્ટરમાં કચરો નાખનારને સરપંચ દ્વારા બાળકોને ઉપયોગી બને તેવી પ્રોત્સાહક ભેટ આપવામાં આવે છે. તે પછી બોલપેન કે પેન્સિલ પણ હોઇ શકે છે. આ ભેટનું મૂલ્ય નથી, પણ ગામલોકોમાં સ્વચ્છતા માટે આવેલી જાગૃતિ અમૂલ્ય છે.
વિસનગર શહેરને અડીને આવેલા કાંસા ગામમાં બે વિભાગોમાં સપ્તાહમાં બે વાર ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર ઘરે ઘરે જઇ કચરો ઉપાડે છે. આજથી એક વર્ષ અગાઉ ટ્રેક્ટર ફરતું, પરંતુ તેની સામે કચરો મળતો ન હતો. જેથી સરપંચ ભરતભાઇ પટેલના મનમાં એક વિચાર આવ્યો, ડોર ટુ ડોર કચરાનો ઉપયોગ કરનારને પ્રોત્સાહક ઇનામ આપવાનો. જેની શરૂઆત કરતાં રહીશો દ્વારા દિવસે દિવસે કચરો એકઠો કરી ટ્રેક્ટર આવે ત્યારે નાખવાનો ઉપયોગ વધવા લાગ્યો.
સરપંચ ભરતભાઇ કહે છે, ગામલોકો અગાઉ જ્યાં મનફાવે ત્યાં કચારના ઢગલા કરી દેતા હતા. જેના કારણે ગંદકી થતી હતી. ટ્રેક્ટર ડોર ટુ ડોર જતું હોવા છતાં કોઇ કચરો નાખતું ન હતું. પરંતુ જ્યારથી કચરો નાખનારને પ્રોત્સાહક ઇનામો આપવાની શરૂઆત કરી છે, ત્યારે ગામમાં કચરાની સમસ્યા દૂર થઇ છે. અગાઉ બેથી ત્રણ ટ્રેક્ટર કચરો એકત્ર થતો હતો, જે હાલમાં છથી સાત ટ્રેક્ટર થાય છે.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799