દિવસે- દિવસે અસામાજીક તત્વોનો આતંક વધતો જઇ રહ્યો છે ત્યારે હવે પોલીસકર્મીઓ પણ સુરક્ષિત નથી. ભાણવડમાં પોલીસકર્મી પર બુટલેગર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને માથામાં નવ ટાંકા આવ્યા હોવાની માહિતી મળી છે. જોકે ફરાર બુટલેગર સામે પોલીસેન ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ભાણવડ પંથકમાં બુટલેગરને પકડવા જતા પોલીસ કર્મી પર બુટલેગરે કર્યો ખૂની હુમલો કર્યો છે. ભાણવડ પોલીસમાં ફરજ બજાવતા કિશોરસિંહ ચંદુભા જાડેજા પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા છે. કોન્સ્ટેબલને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 9 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બાતમીના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના હે઼ડ કોન્સ્ટેબલ કિશોર સિંહ પોલીસ કાફલા સાથે દરોડા પાડવા ગયા હતા. તે દરમિયાન આરોપી પાસે 4 દારૂની થેલી મળી આવી હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સે કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઝપાઝપીમાં પથ્થર વડે હુમલો કરતાં પોલીસના માથામાં ઇજા થઇ હતી અને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બુટલેગર રત્ના મુરું રબારી પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..