જામનગર શહેરમાં ભિક્ષુકો સહિતના જરૂરીયાતમંદ લોકોના પેટને ટાઢક આપતું હરતું ફરતું અન્નક્ષેત્ર છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. શહેરના ભિક્ષુકો, ગરીબો, જરૂરીયાતોને દરરોજ રાત્રીના તેમની વસવાટની જગ્યાએ જઇ બધાને એક સરખા બેસાડીને ગરમા-ગરમ જમાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહયું છે. જેમાં કોઇપણ સંસ્થા કે દાતા પાસેથી ફંડ લેવામાં આવતું નથી અને તમામ ખર્ચ સદ્દગુરૂ આશ્રમ અન્નક્ષેત્રના કનખરા પરીવારના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.
શહેરમાં વસવાટ કનખરા પરીવારના સભ્યોને કાર્ય કરવાની પ્રેરણા સંતનામ સદ્દગુરૂ આશ્રમના ગુરૂ જેન્તીરામ સાહેબ તથા ભાનુશાળી સવજીભાઇ નથુભાઇ કનખરાની એક ઇચ્છા હતી કે એવું કાર્ય કરો બીજા માટે ઉપયોગી થઇ શકે. જેમનું કોઇ નથી અને જે લોકો રાત્રીના ભુખ્યા સુઇ જતાં હોય છે તેમના પેટને ટાઢક આપવી અને ભુખ્યાઓને જમાડવાએ મોટામાં મોટું પૂણ્ય કહી શકાય આવી પ્રેરણા મળ્યા બાદ તમામ સભ્યો દ્વારા કાર્ય કરવાની નેમ લેવામાં આવી હતી.
શહેરમાં વસવાટ કરતા ભિક્ષુકો, ગરીબો તથા આર્થિક બેકાર લોકોને તેમના રહેવાના સ્થળે જઇને રોજ રાત્રીના ગરમા-ગરમ જમાડવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા મોરકંડા રોડ પર આવેલ સંતનામ સદ્દગુરૂ આશ્રમમાં દરરોજ ગરમા-ગરમ રસોઇ બનાવવામાં આવે છે. તમામ પ્રકારની વાનગી બન્યા બાદ 6 વાગ્યાથી અન્નક્ષેત્રની ગાડી તમામ રૂટો પર નિકળી જતી હોય છે.
જેમાં શહેરના લાલપુર બાયપાસ, બાલા હનુમાન, તળાવની પાળ, ભીડભંજન, પ્રદર્શન ગ્રાઉન્ડ, એસ.ટી. ડેપો રોડ સહિતના વિસ્તારોમાં ફુટપાથ પર રહેતા જરૂરીયાત લોકોને રોટલી, શાક, ખીચડી, છાશ આપવામાં આવે છે. કાર્યમાં પ્રાગજીભાઇ સવજીભાઇ કનખરા, ગોવિંદભાઇ સવજીભાઇ કનખરા, વિનેાદભાઇ સવજીભાઇ કનખરા, શાંતિલાલ મોહનલાલ કનખરા, દિનેશભાઇ સવજીભા કનખરા સહિતના સભ્યો દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.