જેલમાં ગયા બાદ કેદીઓ જિંદગીથી હતાશ થઈ જાય છે અથવા તેઓ વધુ ખૂંખાર બની જાય છે. એવું ઘણી ઓછીવાર થાય છે કે કોઈ કેદી પોતાનું ભવિષ્ય બનાવવા માટે લાગી જાય. ભાવનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે. ભાવનગરનો રહેવાસી ભાનુભાઈ પટેલે જેલમાં રહીને 31 ડિગ્રીઓ મેળવી છે. જેલમાંથી છૂટતા જ તેને સરકારી નોકરીની ઓફર પણ મળી. નોકરી બાદ 5 વર્ષમાં તેણે વધુ 23 ડિગ્રીઓ મેળવી. ત્યારબાદ ભાનુભાઈ પટેલનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ, યૂનિવર્સલ રેકોર્ડ ફોરમ અને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં નોંધાઈ ચૂક્યું છે.
59 વર્ષીય ભાનુભાઈ પટેલ મૂળ ભાવનગરના મહુવા તાલુકાનો રહેવાસી છે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજથી ડિગ્રી લીધા બાદ વર્ષ 1992માં મેડિકલમાંથી MBBSની ડિગ્રી લેવા માટે અમેરિકા ગયો હતો. ત્યાં તેનો એક મિત્ર સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં જોબ કરતાં પોતાની સેલેરી ભાનુભાઈ પટેલના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. તેના કારણે ભાનુભાઈ પર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (FERA) કાયદાના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો. 50 વર્ષની ઉંમરમાં તેને 10 વર્ષની જેલની સજા થઈ. 10 વર્ષ સુધી તેને અમદાવાદની જેલમાં સજા ભોગવવી પડી.
સામાન્ય રીતે જેલમાં જનારી વ્યક્તિને સરકારી નોકરી નથી મળતી, પરંતુ જેલથી છૂટ્યા બાદ ભાનુભાઈ પટેલને આંબેડકર યુનિવર્સિટીમાંથી જોબની ઓફર આવી. નોકરી બાદ 5 વર્ષમાં ભાનુભાઈએ 23 વધુ ડિગ્રી લીધી. આ રીતે ભાનુભાઈ પટેલ અત્યાર સુધી 54 ડિગ્રીઓ લઈ ચૂક્યો છે. ભાનુભાઈ કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનના સમયમાં પોતાના જેલના અનુભવ અને વિશ્વ સ્તરીય રેકોર્ડ સુધીની સફર પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણ પુસ્તકો પણ લખી ચૂક્યો છે. ગુજરાતી પુસ્તકનું નામ છે ‘જેલના સળિયા પાછળની સિદ્ધિ’. અંગ્રેજીમાં ‘BIHIND BARS AND BEYOND’ છે.
ભાનુભાઈ 13મી વિધાનસભા ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઑફિસરના રૂપમાં પણ કામ કરી ચૂક્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અશિક્ષિત લોકોની ગણતરીએ શિક્ષિત લોકોની સંખ્યા વધારે છે. ગ્રેજ્યુએટ, એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા કેદીઓ પણ તેમાં સામેલ છે. આંકડાઓ અનુસાર ગુજરાતની જેલમાં 442 ગ્રેજ્યુએટ, 150 ટેક્નિકલ ડિગ્રી-ડિપ્લોમા, 213 પોસ્ટ ગ્રેજ્યુએટ કેદી છે. સૌથી વધારે આરોપી હત્યા અને અપહરણના ગુનામાં સજા ભોગવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..