સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં એક જ કોમના બે ટોળા આમને સામને આવી જતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો રસ્તા ઉપર ઊભેલી ગાડી પાર્ક કરવાને લઈને થયેલા ઝઘડામાં રાજકીય આગેવાનનાં મળતિયાઓએ પ્રકારે કર્યું જેને લઇને કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. કાચની બાટલીઓ આમને-સામને મારા મારી કરતાં સમગ્ર વિસ્તારમાં મામલો તંગ બન્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી, પણ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
સુરતના નાનપુરા વિસ્તારમાં ગઈકાલે રસ્તા ઉપર રાખી રસ્તો ક્રોસ કરવા બાબતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક જ કોમના ટોળા આમને સામને આવી ગયા હતા, તેમાં રાજકીય વગ ધરાવતા કેટલાક લોકોએ એક યુવકને ઢોરમાર માર્યો હતો. રાજકીય વગ ધરાવતા આ લોકોએ સમગ્ર વિસ્તાર માથે લીધો હતો અને જોતજોતામાં કાચની બોટલ લઈ મારવા લાગ્યા હતા જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.
સુરત : એક જ કોમના બે ટોળા વચ્ચે હથિયારો સાથે મારા મારી, વિસ્તારમાં ભયનો માહોલ, CCTV Video pic.twitter.com/a8sxq0rG29
— News18Gujarati (@News18Guj) September 16, 2021
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે બન્ને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. મામલો વધારે તંગ બને નહીં અને જાન હાની ન પહોંચે તે માટે પોલીસે તમામ લોકોને સમજાવીને મોકલ્યા હતા, પણ પ્રકારની ઘટનાથી પુરા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
જોકે આ મામલાના સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના આ વિસ્તારમાં અનેક વખત સામાન્ય બાબતે આ પ્રકારે ટોળા એકત્ર થઇ આમને સામને પથ્થરમારો કરી સમગ્ર વિસ્તારને માથે લેવાની ઘટના પહેલા પણ બની ચુકી છે, પોલીસે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..